મહિલાને વધારાના 3.20 લાખ આવતા મેનેજરને પરત કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા તાલુકાનાં જીતપુરા ગામના મકવાણા નીરૂબેન હીરાલાલ લગ્ન પ્રસંગના ખર્ચ માટે વેજલપુર દેના બેંક માથી પોતાના ખાતા માથી નાણાં ઉપાડવા માટે તેમનાં દિકરા ને બેંક મા ચેક લઇ રૂપિયા 50000 ઉપાડવા ગયા હતાં. લગ્ન ગાળા ની સીઝન મા બેંક મા ખુબજ ભીડ હોવાથી રૂપિયા 50000 ને બદલે બેંક તરફ થી રૂપિયા 370000 નું ચુંકવણુ કરવામા આવેલ હતુ.દિકરા એ નાણાં લાવી ઘરે આવી ને નાણાં ની થેલી પોતાની માતા ને આપી હતી. બે ત્રણ દિવસ પછી નાણાં ની જરૂર પડતાં થેલી મા 50,000 કરતા વધારે નાણાં હોવાનું માલુમ પડતાં તેઓએ વધારાના 3,20,000 નાણાં બેંક મા પરત આપવાનો નિર્ણય કર્યો હતો આ માટે દેના બેંક ના નિવૃત બેંક મેનેજર અનિલભાઈ પરમાર નો સમ્પર્ક કરી સોમવારના રોજ વધારા ના 3.20 લાખ નાણાં બેંક મા પરત જમા કરાવી પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.સાવ સામાન્ય પરિસ્થિતિ , ગરીબી માં જીવતી મહિલાએ સમાજ મા ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.

નીરૂ બેન મકવાણા , અંકિત મકવાણા, રવિ મકવાણા, સુનિલ મકવાણા તથા અનિલભાઈ પરમાર સાથે મળી ને દેના બેંક વેજલપુર ના મેનેજર ને પુરી રકમ પરત કરતાં દેના બેંક મેનેજર એ તેમને સારા નાગરિક તરીકે નું પ્રમાણપત્ર આપી રૂપિયા 11000 ઈનામ જાહેર કરેલ છે મકવાણા નીરૂબેને રોહિત સમાજ 636 સમાજ નું નામ રોશન કર્યું છે.

વેજલપુરની દેના બેંકના કેશીયરનએ વધારાની અપાઇ ગયેલી રકમ પરત કરતી ગરીબ મહિલા નજરે પડે છે. તસવીર - રમેશ કોન્ટ્રાક્ટર

અન્ય સમાચારો પણ છે...