તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુણાવાડામાં ચૂંટણીને લઇને હથિયાર પોલીસ મથકે જમા કરાવવાના રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાની પેટા ચૂંટણી- ૨૦૧૯ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા સંબંધે ભારતના બંધારણની જોગવાઈ હેઠળ ચૂંટણીનો શાંતિપૂર્ણ, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજવા નિવારક પગલાંના ભાગરૂપે વિવિધ પગલાંઓ લેવા જરૂરી છે, ચૂંટણી દરમિયાન હથિયારો દ્રારા બળ પ્રદર્શન તેમજ શસ્ત્રોની હેરાફેરી પર મનાઈ ફરમાવવી જરૂરી હોઈ, જાહેર શાંતિ અને સલામતીની જાળવણી તેમજ ચૂંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ સત્તાની રૂએ મહીસાગર કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટઆર.બી.બારડ, ૧૨૨ લુણાવાડા વિધાનસભા મતવિસ્તારમાં રહેતા દરેક પ્રકારના હથિયારોના ૫૨વાનેદારોને આદેશ કરૂ છું કે, તેઓએ તેમની પાસેના પરવાનાવાળા દરેક પ્રકારના હથિયાર કે હથિયારો આ જાહેરનામું બહાર પડયાની તારીખથી દિવસ-૭ માં જિલ્લાના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવા અને સંબંધકર્તા પોલીસ સ્ટેશનોએ તથા પોલીસ હેડ કર્વાટર એ સંબંધિત પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં રહેતાં હથિયાર પરવાનો ધરાવતાં તમામ વ્યકિતઓના હથિયાર કે હથિયારો જમા કરાવવા આવે તે માટે પગલાં લેવા તેમજ તમામ હથિયારો જમા થઈ ગયાં અંગેની જાણ અત્રેની કચેરીને કરવી.

અન્ય સમાચારો પણ છે...