હાલોલના ચાચડિયા ગામે પાણીની સમસ્યાને લઈ ગામજનો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાચડિયામાં ઉનાળા ની શરૂઆત માજ પાણી ની સમસ્યા સર્જાતા તંત્રના આગોતરા આયોજનની પોલ ખોલી નાખી છે. 600ની વસ્તી ધરાવતા ગામમાં પંચાયતની પાણીની ટાંકી છે પણ પાણી નથી આવતું . મોટા ભાગના હેન્ડપમ્પો બિસ્માર હાલતમાં છે. વાજીયા બાનો એકજ પંપમાં થોડું પાણી આવે છે. આ પંપનો હેન્ડલ તૂટી ગયેલ હોય લોકો મજબૂરીમાં તેમાં લોખંડની નરાસ નાખી પંપ હલાવે છે. લોકો પોતે શું પીવે અને ઢોર ઢાંખરને શું પીવડાવે નો મોટો પ્રશ્ન ઉપસ્થિત છે તાલુકાના ગામો માં હેન્ડપંપ રીપેરીંગ પાછળ સરકાર ના લાખો રૂપિયાનો ખર્ચ થાય છે છતાં ચાચડિયા ગામ ની પરિસ્થિતિ ઘણું બધું કહી જાય છે .

ચાચડિયામાં ઉનાળાની શરૂઆતમાજ પાણીની પળોજણ શરૂ મકસુદ મલીક

નળોમાં પાણી આવતું નથી
હેડપંપ બગડી ગયેલા છે એકજ પંપ માં થોડું પાણી આવે છે અમારા જેવા ઉમર વાળા કેવીરીતે પંપ હલાવે ગામ માં કોઈ વ્યવસ્થા નથી સરકાર વહેલી તકે અમારા ગામ માં પાણી ની નિયમિત મળે એવુ કરે તે જરૂરી છે. મણીબેન રાઠોડ, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...