તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસ્થિર મગજની મહિલાએ ટ્રેનમાં હંગામો મચાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્દોર થી મુંબઈ તરફ જઈ રહેલ અવન્તિકા ટ્રેન ના S/1 સ્લીપર કોચ માં અસ્થિર મગજની મહિલા ઇન્દોર થી સવાર થઈ હતી અને પોતે સલમાનખાન ને મળવા જઇ રહી હોવાનું કહી ભારે ઉદ્યમ મચાવતી હોવાથી અને સતત ટ્રેનમાં સવાર મુસાફરોને પજવણી કરતી હોવાથી ત્રાસેલા મુસાફરોએ રેલવે પોલીસ ને જાણ કરતા ગોધરા રેલવે પોલીસે મોડી રાત્રે ગોધરા રેલવે સ્ટેશને ઉતારી લઈ પોલીસે તેનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી

ઇન્દોરથી મુંબઇ તરફ અવન્તિકા એક્સપ્રેસ ટ્રેન જઈ રહી હતી ત્યારે ટ્રેનના કોચ નમ્બર S /1 સ્લીપર કોચમાં ઇન્દોર થી સવાર થયેલી એક મહિલાએ પોતે મુંબઈ સલમાન ખાન ને મળવા જઈ રહી હોવાનું સતત રટણ કરી ટ્રેનમાં સવાર મુસાફરોને પરેશાન કરી મુક્યા હતા.એકલીજ મુસાફરી કરી રહેલી મહિલા દ્વારા કરાઈ રહેલી બુમાબૂમથી ત્રસ્ત બનેલા મુસાફરો ને પરેશાન કરી રહેલી આ મહિલાની માનસિક હાલત સ્થિર નહિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું,પરંતુ ...અનુસંધાન પાના નં.2

હાલોલ ઝાલોદ
ફિલ્મ સ્ટાર સલમાન ખાનની ફેને અવન્તિકા ટ્રેન લીધી માથે લેતા મુસાફરોએ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે પોલીસને બોલાવી. હેમત સુથાર

લુણાવાડા સંતરામપુર
સંતરામપુર દેના બેંકનાં ઓટલે બેઠેલી મહિલાના 10000 ચોરાયા
અજાણ્યા ઇસમે મહિલાની થેલીને પતરી મારી તફડંચી
ભાસ્કર ન્યુઝ,સંતરામપુર

સંતરામપુર નગરની દેના બેંકમાં મહિલા ખાતામાંથી 20,000 રૂપિયા ઉપાડીને બેંકના ઓટલા પર બેસેલી મહિલાની થેલીને પતરી મારી 10 હજાર રૂપિયાની તફડંચી કરાતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

સંતરામપુર નગરની દેના બેંકમાં મહિલા ખાતામાંથી 20,000 રૂપિયા ઉપાડીને બેંકના ઓટલા પર બેસી હતી અને તેની સાથે તેનો બાબો પણ હતો. 20,000 રૂપિયા માંથી તેના બાબાને બજાર ના કામ માટે 10000 રૂપિયા આપો અને બજારમાં ખરીદી કરવા ગયો હતો ભોગ બનનાર બેન શાંતાબેન બેંકના ઓટલા પર થેલી અંદર 10000 રૂપિયા લઈને

...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...