તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 વર્ષે 25 દેવી દેવતાની પેઢી બદલવાની પરંપરા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જાન્યુઆરીથી માર્ચ હોળી પહેલા ગામમાં દેવી દેવતાના લગ્ન અને ઇંદની ઉજવણી થયા બાદ દાંડ રોપ્યા બાદ લગ્નોની શરૂઆત કરવાની જૂની પરંપરા છે.

છોટાઉદેપુર જિલ્લાના ઝીંઝરવાણી ગામના લોકોના જણાવ્યા અનુસાર અમારા ગામમાં ઇસ 1990માં દેવી દેવતાના લગ્ન યોજવામાં આવ્યા હતા. 30વર્ષ બાદ અમારા ગામ લોકો ભેગા મળીને 25 દેવી દેવતાની પેઢી બદલવા માટે 3 મહિના પહેલાથી ત્યારીઓ શરૂ કરવામાં આવી હતી. અમારા ગામના 130 કુટુંબો વસવાટ કરે છે. પ્રત્યેક કુટુંબ દીઠ રૂપિયા ત્રણ હજારનો ફાળો એકઠો કરી અમારા ગામની સીમમાં સ્થાપિત થયેલા બાબા અસલિયા દેવ, લીલા વારેણ દેવી, સુઢોર દેવ, બાબા ભેસા દેવ,(ભેંસો ના દેવ), ગોવાળ દેવ, બાબા વૈધા દેવ, સાલકુડિયા દેવ, આઠમ માતા, જોખણી માતા, ઢેસિયા દેવ, ઝેરિયા દેવ,(ગાયો ના દેવ) ગોવાળ દેવ, ઉજાણી માતા, બાબા રતુમાર દેવ, શીંભોડી રાણી માતા, સીમ છેડાનો ચોંકી પેરા દેવ,ગામ ગુંદરાજ, હોળી માતા, ખેડા બાઈ માતા, ખત્રીજ દેવ, આગાસી માતા, ઝોપડીયા દેવ, કારું રેના દેવ, શિંભોડ દેવ, જેવા ૨૫ દેવી દેવતાઓની પેઢી બદલવા વર્ષો જૂની પરંપરા અનુસાર કડાના પાનમાં ચોખા, કંકુ હળદરની પડીકી પર નાળાછડી બાંધી દેવોને નોતરવામાં આવે છે. 30 વર્ષ પહેલાં દેવોના પ્રતીક સમાન લાકડાની મૂર્તિ અને ઘોડા ઢાબા દીવા દૂર કરી નવા મૂકવા 80 પ્રકારના જુદાજુદા ઘોડા ઢાબા દીવાનો ખર્ચ રૂપિયા 1.50 લાખ ઝોઝ ગામે કુંભારને ત્યાં ઓર્ડર આપ્યો હતો. ત્યાંથી ઢોલ નગારા ...અનુસંધાન પાના નં.2

દેવના લગ્નની સાંજે ઢોલ નગારાં સાથે 6 કદમના ઝાડની અને 4 કડાના ઝાડની ડાળખીઓને રોપી બળવા, ભૂવા, પુજારી દ્વારા લગ્નની વિધી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો