તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેના પાટા ખેંચતું ટ્રેક્ટર ઊંચુ થતાં દોડધામ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડભોઇની ટીંબી ફાટકથી ટીંબી ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલા ખેતરોમાં રહી ડભોઇ ટીંબા નેરોગેજ લાઇન પથરાયેલી હોવાથી જેનું હાલ બ્રોડગેજમાં રૂપાંતરીત કરવા બ્રોડગેજ લાઇનના પાટાનો જથ્થો રેલવે લાઇનની બાજુમાં એકત્રિત કરાઇ રહ્યો છે. જેમાં ટ્રેક્ટર દ્વારા લોખંડના મોટા પાટા પાછળ સાંકળથી બાંધીને ખેંચી જઈ લાઇનની બાજુમાં પાટાનો જથ્થો ભેગો કરાતો હતો. લોખંડનાં પાટાની લંબાઇ અને તેનું વજન વધુ હોવાથી પાટા લાઇન સુધી મુકવા જતા ચાલકને ખેતરમાં ઉબડ ખાબડ રસ્તા હોવાથી ટ્રેક્ટર આગળથી આકસ્મિક રીતે ઉંચુ થઈ જતા ચાલકે સાવચેતીપૂર્વક ટ્રેક્ટરમાંથી કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો. જો કે ઉંચુ થયેલું ટ્રેકટર પાટાના વજનને કારણે જે તે પરિસ્થિતિમાં ઉંચુ થઈ રહેતા અને પલ્ટી ના ખાતા કોઇને ઇજા પણ ન થઈ હોવાથી મજૂરો અને ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

ચાલક ટ્રેક્ટરમાંથી કૂદી પડતાં આબાદ બચાવ

_photocaption_ડભોઇ-ટીંબા લાઇનની કામગીરી દરમિયાન લોખંડના પાટા લઈ જતું ટ્રેક્ટર વધુ વજનના કારણે ઊંચુ થઈ ગયું હતું. } સઈદ મનસુરી*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો