તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદીવાસીઓને થયેલા અન્યાય બાબતે બંને પક્ષ વચ્ચે તૂંતૂ.. મેંમેં.. થતા માહોલ ગરમાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સતામંડળ વિધેયકના વિરોધમાં 72 ગામના આદિવાસીઓ દ્વારા મંદિરમાં શાંતિ યજ્ઞ યોજાયો હતો. બે દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે ભાજપના સાંસદ અને સ્થાનિક આદિવાસી આગેવાનો ભેગા થઈ જતાં શાબ્દિક ટપાટપી થઈ હતી. આદિવાસીઓને અન્યાય બાબતે બન્ને પક્ષે તું..તું.. મેં..મેં.. થતાં માહોલ ગરમાયો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વિધેયકને સમર્થન આપી આદિવાસી આગેવાનો સમાજમાં ભાગલા પાડી રહ્યા હોવાની વાતે લાલઘૂમ થયા હતા.

કેવડિયા ખાતે વિશ્વનાથ મહારાજના મંદિરે શાંતિ યજ્ઞની શરૂઆતથી જ માહોલ ગરમાયો હતો. જેમાં પ્રાંરભે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. સરકાર વિરોધી વાતાવરણ વચ્ચે સાંસદ મનસુખ વસાવા ત્યાં બીજા દીવસે એકલા પહોંચી કેવડિયાના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ માનું છું કે રાજકીય ક્ષેત્રે તથા સમાજના સંગઠનમાં કોઈ પણ જાતની ધાર્મિકતા ન આવવી જોઈએ. જો આવે તો સંગઠન સફળ નહીં થાય. આદિવાસીઓના હક માટે અમે અનેક વખત લડતો ઉપાડી છે. નર્મદા યોજનાના અસરગ્રસ્તો સંગઠિત નહોતા જેમને અમે સંગઠીત કર્યા. મેં મેઘા પાટકર, ફાધર જોસેફ સાથે બેઠકો પણ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીની રિઝર્વ સીટ પર ચૂંટાયેલા MP, MLA એ આદિવાસીઓ માટે બોલવું જોઈએ. જો નથી બોલી શકતા તો તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ.

પાદરા ડભોઈ
રિઝર્વ સીટ પર ચૂંટાયેલા MP, MLA સમાજ માટે ન બોલી શકે તો રાજીનામું આપે ઃ સાંસદ
કેવડિયા ખાતે આદવાસીઓ દ્વારા બે દિવસીય શાંતિ હોમના કાર્યક્રમમાં સાંસદ પહોંચી જતાં ગયા હતા.

બોડેલી કરજણ
આ વિસ્તારમાં અશાંતિ ફેલાઈ છે
એસઓયુ સત્તામંડળ વિધેયક અને આસપાસ બની રહેલા વિવિધ પ્રોજેક્ટોને કારણે આ અશાંતિ ફેલાઈ છે. લોકો પીડાઈ રહ્યા છે. જેથી આ વિધેયક રદ કરવાની માંગ કરી રહ્યા છે. આદિવાસીઓનો કોઈ ધર્મ નથી, NRC બાદ જો આદિવાસીઓના નામની પાછળ કોઈ ધર્મ લાગે તો આદિવાસીઓની સંસ્કૃતિ નાશ પામશે. ડો.શાંતિકર વસાવા, આદિવાસી એકતા પરિષદના અગ્રણી

એક પણ સંગઠને મને ટેકો નથી આપ્યો
 આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બાબતે મેં રજૂઆતો કરી ત્યારે આદિવાસી સંગઠનોએ મને ટેકો નથી આપ્યો. ખોટા આદિવાસીઓ આંદોલન કરે છે. સાચા-હકદાર આદિવાસીઓ બેસી રહ્યા છે. SOU વિધેયક અને પ્રોજેક્ટના વિરોધથી શું પ્રોજેક્ટો અટકી જશે? ગુજરાતમાં જેટલા મોટા પ્રોજેક્ટો બન્યા છે તેમાં આદિવાસીઓ જ ભોગ બન્યા છે. મનસુખ વસાવા, સાંસદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો