તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરસંગ ગામે સાથી શિક્ષક મિત્રની જામીનગીરી કરનાર શિક્ષકે જીવ ખોયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરા તાલુકાના તરસંગ ગામના વતની અને શિક્ષક તખતસિંહ રાયસિંહ બારીયા તરસંગ પ્રા.શાળામાં શિક્ષક તરીકે સેવાઓ આપતા હતા. તેઓનાં મિત્ર અને તરસંગ ગામના ગીરવત ચંદ્રસિંહ સોલંકી કવાલી હાઇસ્કુલમાં નોકરી કરે છે .

ઘણી વખત આ ગીરવતના ફોન તખતસિંહ પર આવતા તેઓ ગભરાટ તેમજ ભયની લાગણી ચહેરા પર સ્પષ્ટ દેખાઇ આવતી હોવાનું તેમની પત્ની અને ફરીયાદી શર્મિલાબેન જણાવેલુ. સોમવારના રોજ સવારના 10 વાગે મૃતક તખતસિંહ તેમના પત્નીને કહ્યું કે હું કલ્યાણપુરા શાળાએ ફાઇલ લેવા જવુ છુ. અને થોડીવાર બાદ તેમની શાળામાં ફરજ બજાવતા વનરાજસિંહે ફોન કરી જણાવ્યુ કે તખતસિંહ શાળાએ આવ્યા નથી કે રજાનો રીપોર્ટ પણ મુકયો નથી.

આથી મૃતકની પત્નીએ તેમનો સંપર્ક કરવા ટેલીફોન કરતા તે બંધ આવ્યો હતો. આથી તેઓના કુટુંબીજનોએ ગામમાં શોધખોળ ચાલુ કરતા તેઓનાં ભત્રીજા ખેતરમાં આવેલા કૂવા પાસે આવતા ત્યાં ચપ્પલ અને મોબાઇલ જોવા મળતા તેઓએ ઘરવાળાને જાણ કરી હતી.

આ તરફ કૂવામાં પાણી વધારે હોવાથી કૂવાનું પાણી ઓછુ કરી તેમાં શોધખોળ કરતા અંદરથી મૃત આવસ્થામાં તખતસિંહ મળી આવ્યા હતા. અને પેન્ટના આગળના ભાગે એક પ્લાસ્ટીકના કવરવાળી ફાઇલ હતી. જેમાં તેઓની આત્મહત્યા કરવા માટેના કારણોમાં તેમનો શિક્ષક મિત્ર ગીરવતસિંહ સોલંકી હોવાનું જણાવેલુ. ત્યાર બાદ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ શહેરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હાલ તબકકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનિય છેકે, મૃતકની પત્ની અને ફરીયાદી શર્મિલાબેને તેમના પતિને આવુ પગલુ ભરવા માટે ગીરવત ચંદ્રસિંહ સોલંકીએ જ મજબુર કર્યા હોવાનું અને લોનના હપ્તા ન ભરાતા ઉઘરાણીનો શિકંજો મૃતક પર કસાતા હોવાનું રટણ સતત કરતા હતા.

સ્યુસાઇડ નોટ મળી આવી છે
મૃતક તખતસિંહની પાસેથી જે સ્યુસાઇડ નોટ મળી આવી છે તે સંદર્ભે પુરાવાઓ મેળવી આગળની કાર્યવાહી માટેની તજવીજ હાથધરી છે. એન.એમ.પ્રજાપતી, પીઆઇ શહેરા

આત્મહત્યાની ચિઠ્ઠીમાં મિત્રને ફસાવતા પગલુ ભર્યાનો ઘટસ્ફોટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો