તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇ નગર પાલિકાના સફાઇ કામદારોની હડતાળ સમેટાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇ નગરપાલિકાના કુવહીવટને લઇને સફાઇ કામદારોનો પગાર ન થતા કર્મીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. જેથી છેલ્લા કેટલાંક દિવસોથી નગર નર્કાગારમાં ફેરવાઇ ગયું હતું. આજરોજ શનિવારે પણ નગરનાં કાજીવાડા મસ્જિદ મુખ્ય રોડ પર દુધિયાપીર, ઝારોલાવાગા, સુથાર વાગા, વેરણ્યા વાગા, વિસ્તારોમાં ગટરગંગા વહેતી જોવા મળે છે. જેને લઇને દુર્ગંધ મારે તો વળી મંદિર મસ્જિદ ગટરના પાણીમાંથી જવાનો વારો આવતા ધાર્મિક લાગણીઓ પણ દુભાય રહી છે. જોકે હડતાળનો અંત આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પણ સફાઇ ક્યારથી?

આ તો વળી ડભોઇ નગરપાલિકાનો કેવો વહીવટ એકબાજુ દલાતલવાડીનાં ખેતરની જેમ રજાચિઠ્ઠી વિના મસમોટી આવક ગુમાવી રજા ચિઠ્ઠીઓ વિના બાંધકામો થઇ રહ્યા છે. તેની સામે સત્તાધીશો દ્વારા કોઇ પગલાં લેવામાં આવતી નથી. પાલિકાની આવક ગુમાવવાનો વારો આવે છે. આ રકમ એટલી મોટી છે કે લાખઓ રૂપિયાની આવક જે પાલિકા માટે આશિર્વાદરૂપ પૂર પુરવાર થાય છે. ...અનુ. પાન. નં. 2

એકાદ દિવસ બાદ સફાઇ કામ શરૂ કરાશે
છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલી સફાઇ કામદારોની હડતાળનો અંત આજરોજ શનિવારે આવી ગયો છે. ત્યારે હવે એકાદ દિવસ બાદ પાલિકાના આ કામદારો સફાઇ કામે તથા ગટરોની સમસ્યાઓ સામે કામે લાગી જશે.મુકેશ શાહ(દાલ), કારોબારી ચેરમેન, ડ.ન.પા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો