તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓગાળેલી ચાંદીના ગઠ્ઠા બનાવ્યાં હતાં SST ટીમે રોકડ અને જથ્થો પકડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણીને લઇને ઠેર ઠેર ચેકપોસ્ટો બનાવીને રોકડ નાણાં, દારૂની હેરાફેરી અને અસામાજીક પ્રવૃતિ પર રોક મુકવા વાહનોનું ચેકીંગ હાથ ધરાવામાં આવે છે.

પંચમહાલ લોકસભા વિસ્તારમાં આવેલ સેવાલીયા પાસની જુની ચેકપોસ્ટ પર રાત્રીના દરમીયાન એસએસટીની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી ગોધરા તરફથી આવતી ઇનોવા કારને રોકીને કારમાં તપાસ કરતાં પાછલી સીટમાં ખાનું બનાવવામાં આવ્યુ હતું. તેને ખોલીને અંદર દેખતાં ચાંદીના ઓગાળેલા લંબચોરસ બે ગઠ્ઠા તેમજ 4 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કારમાં બેઠેલા બાંસવાડાના સત્યનારાયણ શંકરલાલ સોની અને બીજો ઇસમ મધ્યપ્રદેશના રતલામનો રાજેશભાઇ મોહનભાઇ સોની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. તેમજ કારના ડ્રાઇવર બાંસવાડાનો રાજેન્દ્ર નીનામાને પુછપરછ કરતાં તેઓ નોકરી કરતાં હોવાનું જણાવ્યું હતું. બંનેને ચાંદીના જથ્થા અને રોકડા રૂપિયા વિશે પોલીસે પુછતાછ કરતા કોઇ સંતોકારક જવાબ આપી શક્યા ના હતા. તેઓની પાસે કોઇ બિલ કે કોઇ આઘાર પુરાવા ના આપતાં પોલીસે 12 કિલો ચાંદીના બે ચોરસા તથા ચાર લાખ રોકડા રૂપિયા પોલીસે કોઇ ચોરી કે છલકપટથી લઇને જતા હોવાનું લાગતાં પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કાર સવાર બંનેની અંગઝડતી કરતાં એક મોબાઇલ મળી આવ્યો હતો. પોલીસે કુલ 6,46,786 રુનો મુદ્દામાલ કબજે કરીને બેંની અટક કરવામાં આવી હતી.

કારની પાછલી સીટમાં ખાનુ બનાવી લઇ જવાતી 12 કિલો ચાંદી, 4 લાખ સેવાલિયા ચેકપોસ્ટથી ઝડપાયાં
રાજકોટ દાગીનાની કામગીરી માટે જતાં હતાં
ઝડપાયેલા સત્યનારાયણ શંકરલાલ સોનીએ કહ્યું કે, તેઓ રાજસ્થાનના સોની છે અને દરસાલ લગ્નસરા અગાઉ આ રીતે રાજકોટ દાગીનાની કામગીરી માટે જઇએ છીએ. રાજેશ મોહનલાલ સોનીને ડ્રાઇવીંગ માટે સાથે લીધો હતો. જોકે બીલ ન હોવાથી મુદ્દામાલ સીઝ કરાયો હતો.

નાણાં કોણે આપ્યા અને કોને પહોંચાડવાની તપાસ ચાલુ
લોકસભાની આદર્શ આચાર સહિતામાં બનાવેલી ચેકપોસ્ટમાં ખેડાની ચેકપોસ્ટ પર એસએસટી ટીમે ચાંદી અને રોકડ નાણાં પકડી પાડ્યા છે. આ નાણા અને જથ્થો કયાંથી લાવ્યા અને કોને પહોચાડવાનો હતો તેની તપાસ ખેડાની ટીમે ચાલુ કરી છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે.શાહ,મોનીટરીંગ નોડલ ઓફિસર

સેવાલીયા પાસે ચેકપોસ્ટ પર કારમાંથી 6 લાખના મુદામાલ સાથે બે ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...