તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનમાં સેનાના હુમલાથી જિલ્લામાં જશ્નનો માહોલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| પુલવામા ખાતે સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલના જવાવમાં આપણા વાયુ સેનાના પરાક્રમી પાયલોટોએ પાકિસ્તાનની અંદર ઘૂસી જૈશ એ મોહમ્મદના કેમ્પ પર કાતિલ બોમ્બમારો કરી 350 આતંકી સહિત સમગ્ર કેમ્પનો નાશ કરી સુરક્ષિત પરત ફર્યા હતાં. જેને લઇ નસવાડી તાલુકા ભાજપ દ્વારા ભારતે કરેલ એર સ્ટ્રાઇકની ઉજવણી કરી હતી. ફટાકડા ફોડી આતશબાજી કરી ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કર્યા હતાં. પાકિસ્તાન મુર્દાંબાદના સુત્રોચાર લગાવ્યા હતાં. વાઘોડીયાના યુવાનોએ આ વાયુ સેનાની કામગીરીને બીરદાવીને ફટાકડાની આતશબાજી કરી ભારત માતાકી જયના નારા સાથે ખુશી મનાવી હતી તેમજ ભારતના વડાપ્રધાનની કામગીરીની પ્રસંશા કરી હતી તેમજ વાયુ સેનાના જવાનોની બહાદુરીને સલામી આપી હતી. બોડેલીમાં પણ યુવાનો એકત્ર થઇને ફટાકડા ફોડીને ઢોલ નગારા વગાડીને આનંદ વ્યકત કર્યો હતો. સાવલી નગરના મુસ્લીમ બિરાદરોને ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક-2 કરીને જડબાતોડ જવાબ આપવાની કામગીરીને બિરદાવતા આજે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ફટાકડા ફોડી, મીઠાઇ વહેંચીને પાકિસ્તાન મુર્દાબાદ, ભારત અમર રહો, શહીદ અમર રહોના નારાઓ લગાવીને ખુશાલી મનાવીને ભારતીયા સેના સાથે દેશના તમામ મુસ્લિમો છે તેવો સંદેશો પાઠવ્યો હતો. પાદરાના નવાપુરા ખાતે કાર્ય કરતા મોટી સંખ્યામાં હાજર રહી ભારત માતાના ચિત્ર મૂકી દીપ પ્રગટાવી સૂત્રો બોલાવી જયકાર કરાયા હતાં. આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ રાજેશ પટેલ, પાલિકા સદસ્ય સંજય પટેલ, યોગેશ અધ્યારૂ, પાલિકા સદસ્યો સંગઠન હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.

બોડેલી

નસવાડી

સાવલી

પાદરા

ચાણોદ

વાઘોડિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો