Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પતંગોત્સવને ધ્યાને લઈ મહીસાગર જિલ્લામાં 108ની સેવા સજ્જ બની
મહીસાગર જિલ્લામાં પતંગ પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની મજા સમયે થતા અસ્માતને પહોંચી વળવા માટે ઈમરજન્સી - ૧૦૮ સેવા સજ્જ બની છે. જેમાં ૧૦૮ સેવા દ્વારા આગોતરી તૈયારી કરી ઉત્તરાયણના અકસ્માતો ટાળવા માટે જિલ્લામાં ૧૨ એબ્યુલન્સ સાથે ડોક્ટરોની ટીમ સતત તૈનાત રાખવાનું આયોજન ગોઠવાયું છે . પતંગ પર્વ સમયે અગાઉના વર્ષના અકસ્માતોને ધ્યાનમાં રાખી ઈમરજન્સી ટીમના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે.
દર વર્ષે ઉત્તરાયણના દિવસે જિલ્લામાં ઈમરજન્સી - ૧૦૮ ની દોડાદોડી માર્ગો ઉપર વધી જતી હોય છે. જેથી જી. વી. કે. ઈ. એમ.આર.આઈ. દ્વારા ઉત્તરાયણને ધ્યાનમાં રાખી ઈમરજન્સી - ૧૦૮ તૈનાત રહેવા માટે સૂચના અપાઈ છે . જિલ્લામાં ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના કલાક બાકી રહેતાં આ દિવસે થતા અકસ્માતોમાં વધારો થવાની દહેશત વ્યક્ત થઈ છે. ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવાય તે માટે આધુનિક ટેકનોલોજીની મદદથી ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરને સજ્જ રહેવા માટે સૂચનાઓ અપાઈ છે.અકસ્માત સમયે તેને પહોંચી વળવા માટે એબ્યુલન્સ ઝડપથી કેસમાંથી મુક્ત થઈ અન્ય ઈમરજન્સી માટે તૈનાત રહે તે માટે મહીસાગર જિલ્લામાં ૧૨ ઈમરજન્સી વાન સાથે તમામ હોસ્પિટલો સાથે સંકલન રાખવા માટે જણાવાયું છે.