તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ કે અમીન કોલેજમાં સિક્યુરિટી જવાનોના ત્રણ માસથી પગાર બાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાની એમ કે અમીન કોલેજમાં ફરજ બજાવતા ખાનગી સિક્યુરીટીના જવાનોના 3 મહિનાથી પગાર બાકી છે. પીએફ પૂરો કપાય છે અને અપૂરતો જમા થાય છે જેથી સોસણ સામે ન્યાય માટે પાદરા મામલતદારને રજૂઆત કરીને આવેદન આપ્યું હતું.

પાદરા એમએસ યુનિ.ની એમકે અમીન કોલેજ અને સામિયાલ એમએસની શાખામાં સિક્યુરિટીની ફરજ બજાવતા ખાનગી કંપની રેડિયન્ટ સિક્યુરિટીના જવાનોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી.તેના કારણે તેમના પરિવારમાં મુશ્કેલી ઉભી થવા પામી છે. મોંઘવારીમાં ત્રણ મહિનાથી તેમના પરિવારમાં રૂપિયા નહીં આવવાથી તેવો મુશ્કેલીમાં મુકાયા છે હાલમાં તેમને કંપની તરફથી 7720 રૂપિયા પગાર આપવામાં આવે છે. ફરજનો સમય 8 કલાક છે છતાં 12 કલાક ફરજીયાત કામ કરાવે છે. તેમાંથી 12.36 ટકા લેખે પીએફ કપાય છે પરંતુ તેમના ખાતામાં 6 મહિનાથી 326 રૂપિયા જમા થાય છે. તેમની કંપની તરફથી કોઈ ન્યાય નહીં મળતા આખરે પાદરા મામલતદારને આવેદન આપી માનવતાના ધોરણે ન્યાય અપાવવા આવેદન આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...