તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોચનનગરથી લવાતો 1800 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદના વિરોચનનગરથી અમદાવાદ તરફ લઈ જવાતા 1800 કિલો ગૌ માંસના જથ્થા સાથે સાણંદ પોલીસ ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી 6 ઇસમોને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા. જયારે વિરોચનનગરની સીમમાંથી આ જથ્થાની ડીલીવરી આપનાર ઇસમ ફરાર થતા શોધખોળ હાથ ધરી છે.

સમગ્ર બનાવની વિગતો એવી છે કે શનિવારે બપોરે 3 કલાકે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામની સીમમાંથી પીક અપ ડાલું ગૌ માંસનો જથ્થા સાથે અમદાવાદ તરફ જવા નીકળ્યું હતું. આ ગાડીને કાર પાયલોટિંગ કરી રહી છે. એવી બાતમી મળતા જ સાણંદ પોલીસના ગણપતસિંહ કરણસિંહ, બહાદૂરસિંહ ઘનશ્યામસિંહ, અલ્પેશકુમાર મોહનભાઈ સહિતના સ્ટાફે માધવનગર બાયપાસ પર વોચ ગોઠવી હતી. ઉપરોક્ત વર્ણન મુજબની ગાડીઓ પસાર થતાજ બંને ગાડીઓને આંતરીને રોકી તપાસ કરતા પીકઅપ ડાલામાંથી 1800 કિલો જેટલો ગૌ માંસનો જથ્થો મળી આવતા પોલીસે બંને ગાડીઓ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગાડીમાં બેઠેલા 6 ઈસમોની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સોની કડક પૂછપરછ કરતા આ જથ્થો વિરોચનનગર ગામની સીમમાંથી સલીમખાન પઠાણે ભરાવ્યો હોવાનું અને અમદાવાદ લઇ જવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિરોચનનગર ખાતે તપાસ કરી પણ સલીમખાન મળી આવ્યો ન હતો . પોલીસે કુલ 9.90 લાખનો મુદ્દામાલ સાથે કુલ 7 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં ફજલેકરીમ મહમ્મદજાવેદ શેખ (કાલુપુર અમદાવાદ), બૂરાન મોહમ્મદ યાસીન કુરેશી (મીરઝાપુર અમદાવાદ), વસીમ નૌશાદ શેખ (શાહપુર), અહેમદહુસેન નજમલહુસેન કુરેશી (શાહપુર), સોયેબ મુન્નાભાઈ કુરેશી ( નવોવાસ અમદાવાદ), મોહમ્મદઅકીલ મોહમ્મદસફી ખલીફા (કાલુપુર), સલીમખાન રહીમખાન પઠાણ (વિરોચનનગર)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...