ધાયકામાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની વિકટ સમસ્યા
શહેરા તાલૂકાના ધાયકા ગામે આવેલા વડ ફળીયા અને વણકર ફળીયા સહીતના ઉનાળાની શરુઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઉદભવીછે જેને લઇને અહીની સ્થાનિક મહિલા અને જાગૃત નાગરિકોએ લાગતા સબંધિત પાણી પુરવઠા અને ગામના સરપંચને પણ રજુઆત કરી હતી.પીવાના પાણીની સમસ્યા હલ ન થતા અહીની મહિલાઓ હેન્ડપંપને સહારે પાણી મેળવી રહી છે.પાણી ભરતા વધુ સમય થતા તંત્ર સામે આક્રોશ. ઉનાળાના પ્રારંભે જોવા મળી રહ્યો છે.
શહેરા તા.ના 2800 જેટલી વસ્તી ધરાવતા ધાયકાના વડ ફળીયા અને વણકર ફળીયાના લોકોપીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બે ફળીયા ઉપરાંતના વિસ્તારમાં ત્રણ હેન્ડપંપ આવેલા છે.તેમાથી વવડ ફળીયામાં આવેલા હેન્ડપંપ ઉપર જ પીવાનુ તેમજ વાપરવાનુ, ઢોરઢાંખરને પીવાડવાનુ પાણી ત્યાથીજ મેળવતા હોય છે.જે હેન્ડપંપ પરથી પાણી ભરે છે તે તમામ વિસ્તારમાં ગંદા પાણીનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.છેલ્લા બે વર્ષ ઉપરાંતથી સંપતૈયાર છે પણ આજદિન સુધી સંપમાં પાણી ચઢતુ ન હોવાની અને તેના કારણે લોકોને પાણી મળી રહેતુ નથી . પશ્વિમ વિભાગમાં વણાકબોરી જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ઘણા ગામોમાં પાણી સંપ દ્વારા આવે છે. ઘણા ગામોમા બનાવેલા સંપો શોભાના ગાંઠીયા સમાનછે. વણાકબોરી જુથ પાણી પુરવઠા યોજના ફકત કાગળ ઉપર ચાલતી હોય તેવું લાગે છે.જ્યારે સરકાર પીવાના પાણીની સમસ્યા હલથાયતે માટે પાણીપુરવઠાની યોજનાઓ પાછળ લખલુટ ખર્ચો કરતી હોય છે. ખરા સમયે આ યોજનાનો હેતુ સાર્થક થતો નથી.પાણી પુરવઠાનુ નઘરોળ તંત્ર સુષૂપ્ત અવસ્થામાંથી સક્રીય અવસ્થામાં આવશેકે કેમ ? ઉનાળા પ્રારંભે જ પાણીની આટલી સમસ્યા ઉદ્દભવી રહી છે.ત્યારે શુ સબંધિત તંત્ર દ્વારા આબાબતે નક્કર આયોજન પ્રજાહિતને ધ્યાને લઈકરવામાં આવશે કે કેમ ?કે પછી કાણો કામમા ને આંધળો વેપારમાં એવુ તો નહી બની રહેને?
શહેરાના ધાયકા ગામે ઉનાળાની શરુઆતમાં જ પીવાના પાણીની વિકટ સમસ્યા. શ્યામલ પટેલ
પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી
પાણીની સમસ્યાને લઈને ગામની મહિલાઓએ મને જાણ કરતા મેં પાણી પુરવઠા વિભાગને રજુઆત કરી હોવા છતાં તંત્રએ કોઈપણ ધ્યાન દોર્યું નથી. જેથી ગામની મહિલાઓ પાણી માટે પરેશાન થઈ રહી છે શારદાબેન, ગ્રામ પંચાયત સભ્ય
15 દિવસથી પાણી પાઈપ લાઈનથી આવતું નથી
ગામમાં છેલ્લા 15 દિવસથી પાણી પુરવઠાની પાઈપ લાઈનમાંથી પાણી આવતું નથી, જે બાબતે પાણી પુરવઠા તંત્રને રજુઆત કરતા ‘’થઈ જશે થઈ જશે કામ ચાલુ છે’’ તેવું જણાવે છે પરંતુ આજદિન સુધી પાણી આવ્યું નથી નટવરસિંહ સોલંકી, સ્થાનિક ધાયકા
હેન્ડપંપ ઉપર પાણી પણ ગંદુ આવે છે
છેલ્લા કેટલાય દિવસો થી વણાંકબોરી પાણી પુરવઠાની પાઈપ લાઈનમાં પાણી આવતું નથી અને હેન્ડ પંપ ઉપર પાણી લેવા લઈએ ત્યાં પણ ગંદુ પાણી આવે છે. જેથી તાત્કાલિક પાણી પુરવઠાની લાઈનમાંથી પાણી આવે તેવું કરવામાં આવે તેવી અમારી માંગ છે કાશીબેન સોલંકી, સ્થાનિક