તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના પતંગ બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાના વિવિધ વિસ્તારોમાં ઉતરાયણના તહેવારને અનુલક્ષીને વહેપારીઓ દ્વારા પતંગની દુકાનો શરૂ કરવામાં આવી છે. પરંતુ ગ્રાહકો નહી આવતા ભરેલા માલને કારણે ભારે ચિંતામાં મુકાયા છે.

ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ ગોધરાનુ પતંગ બજારમાં ઠંડુ રહેવા પામ્યુ છે. હાલ પતંગ ના હોલસેલ તેમજ છુટક વેપારીઓ નવરા બેસેલા નજરે પડે છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોને સાચવવા માટે વિવિધ પ્રકારની પતંગો અને દોરાની વેરાયટીઓની મોટા જથ્થામાં ખરીદી કરેલ છે. પરંતુ ગ્રાહકો નહી આવતા ભરેલો માલ વેચાશે કે નહી તેના કારણે ભારે ચિંતામાં મુકાયા છે. જથ્થા બંધ પતંગના વહેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષ કરતા ચાલુ વર્ષે ધરાકી નહી બરાબર છે જેને કારણે નફોતો બાજુ પર રહ્યો પરંતુ મુડી નિકળશે કે નહી તેની પણ ચિંતા શતાવી રહી છે. તો કેટલાક વેપારીઓ ઉતરાયણના તહેવાર ના એકાદ દિવસ અગાઉ પતંગ દોરીની ખરીદીમાં તેજી આવે તો મુડી નિકળવાની આશા રાખીને બેઠા છે.

ચાઇનીસ દોરીનું વેચાણ નહીં કરવું
ગોધરા નગર પાલીકા દ્વારા શહેરાના પતંગ વેપારીઓ સાથે મીટીંગ યોજી ચાઇનીસ દોરી, ગુબ્બારા સહિત જોખમી વસ્તુઓનું વેચાણ નહી કરવા જણાવ્યુ હતુ. તેમ છતા કોઇ વેપારીને ત્યાથી ચાઇનીસ આઇટમો મળશે કાર્યવાહી કરવામાં આવશે તેવુ ત઼ત્ર દ્વારા જણાવ્યુ હતુ.

ગોધરાના પતંગ બજારમાં ગ્રાહકો નજરે નહી પડતા ઠંડુગાર નજરે પડી રહ્યુ છે. હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો