તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવાગઢનું મંદિર ઇતિહાસમાં પ્રથમ વખત બંધ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાવાગઢ ખાતે આવેલ કાલિકા માતાજીનું મંદિર 51 શક્તિપીઠમાંનું એક છે. જ્યાં માતાજી ભગવતી સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે. જેથી લાખો કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે. આસ્થાને લઈને વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માતાજીનાં ચરણોમાં શીશ ઝુકાવવા માટે ગુજરાત તેમજ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવાં તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીનાં દર્શને આવે છે. પરંતુ કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તેની સતર્કતાના પગલે વહીવટી તંત્ર તથા મંદિરના ટ્રસ્ટીઅોઅે લીધેલા નિર્ણય મુજબ ગુરુવારની સાંજની અારતી બાદ મંદિરનાં કપાટ બંધ કરવામાં અાવ્યાં હતાં. જેને કારણે અાજથી 31 માર્ચ સુધી પાવાગઢ ખાતે ભક્તો માતાજીનાં દર્શન કરી શકશે નહીં.

અાગામી દિવસોમાં ચૈત્ર નવરાત્રી શરૂ થઇ રહ્યાં છે અને પંચમહાલના પાવાગઢ ખાતે આવેલ કાલિકા માતાજીનું મંદિર 51 શક્તિપીઠમાંનું એક છે. જ્યાં માતાજી ભગવતી સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે. જેથી લાખો કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે. આસ્થાને લઈને વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માતાજીનાં ચરણોમાં શીશ ઝુકાવવા માટે ગુજરાત તેમજ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવાં તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીનાં દર્શને આવે છે. ચૈત્રી તેમજ આસો નવરાત્રીમાં માતાજીનાં દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન પ્રતિદિન એકથી દોઢ લાખ જેટલાં ભાવિક ભક્તો માતાજીનાં દર્શનાર્થે આવતાં હોય છે. હાલ વિશ્વભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે અને તમામ તંત્ર તેનો ફલાવો ન થાય તે માટે કમર કસી રહ્યું છે. માતાજીની આરાધનાની સાથે સાથે માતાજીનાં ભક્તોના સ્વાસ્થ્ય તેમજ સલામતી પણ ખૂબ જ અગત્યની છે. જ્યારે સરકાર તેમજ તંત્ર આ બાબતની ગંભીરતાને લઇને ખૂબ જ ચિંતિત છે. જેને લઇને જિલ્લા ઉચ્ચ વહીવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુરુવારની સાંજની અારતી બાદ મંદિરનાં કપાટ બંધ કરવામાં અાવ્યાં હતાં. જેને કારણે અાજથી 31 માર્ચ સુધી ભાવિક ભક્તજનોને પાવાગઢ ડુંગર ખાતે માતાજીનાં દર્શનનો લાભ મળી શકશે નહીં. તે અંગેની જાહેરાત જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી એ.જે શાહ.મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ભટ્ટની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી જાણકારી અાપવામાં અાવી હતી.

ચૈત્રી નવરાત્રીના સપ્તાહ પૂર્વે ગુરુવારની સાંજથી અારતી બાદ મંદિરનાં કપાટ બંધ કરવામાં આવ્યાં

અગાઉ મંદિર ખુલ્લું રાખવાની જાહેરાત બાદ કોરોના સામે સતર્કતા દાખવવા ફેર વિચારણા કરી તંત્ર તથા મંદિરના ટ્રસ્ટીઓનો મંદિર બંધ રાખવા નિર્ણય

_photocaption_મંદિર બંધ થતા પાવાગઢમાં પોલીસે બેરિકેડ મુકીને વાહન વ્યવહાર બંધ કર્યો.}મકસુદ મલિક*photocaption*
અન્ય સમાચારો પણ છે...