તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરામાં સ્કૂટર પર જતી યુવતીઓની છેડતી,અડપલા કરનાર યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા પાદરા વચ્ચે એકલ-દોકલ સ્કૂટર ઉપર આવતી જતી પાદરાની છોકરીઓને શારીરિક છેડતી કરતાં યુવકને પાદરાના છોકરા અને છોકરીઓએ વોચ ગોઠવી ઝડપી પાડયો હતો. તેને મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. જો કે આવું કૃત્ય કરનાર એક ટોળકી હોવાની ચર્ચાએ નગરમાં જોર પકડ્યું છે. પોલીસે આ અંગે કડકાઇથી તપાસ કરી પગલા ભરવા જોઇ તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.

પાદરા વડોદરા વચ્ચે છેલ્લાં એક સપ્તાહથી સ્કૂટર ઉપર અપડાઉન કરતી એકલ-દોકલ છોકરીઓ જે નોકરી તેમજ કોલેજ પાદરા આવે ત્યારે રોડ ઉપર એકલતાનો ગેરલાભ લઈને શારીરિક બિભત્સ અડપલાં કરીને ભાગી જતાં છોકરાઓ જે બાઈક ઉપર મોઢું ઢાંકી હેલ્મેટ પહેરીને નંબર પ્લેટ ઉપર કાગળ અથવા કાદવ લગાવીને ફરતા હોય તે પ્રકારનું કૃત્ય એક સપ્તાહથી ચાલી રહ્યું હતું.

યુવતીઓ વડોદરા જતા ગભરાતી હતી. આવા બનાવમાં 10થી વધુ યુવતીઓ ભોગ બનેલી છે. આ અંગે પરીવારજનોને જાણ કરતા અચકાતી હતી. જેમાં એકથી વધુ દિવસ બનાવ બનતા પરિવારને જાણ કરતા યુવાનોએ જૂથ બનાવીને વોચ ગોઠવી હતી. જેમાં સતત પાંચ દિવસ વોચ ગોઠવતા મંગળવાર રાત્રે યુવતીઓના પરિવારજનોએ છટકુ ગોઠવ્યું હતું. ત્યારે એક યુવક યુવતીની છેડતી કરી ભાગ્યો હતો. જેમાં રોડ ઉપર અલગ અલગ સ્થળે ઉભેલા યુવાનોએ તેને ઝડપી પાડ્યો અને મેથી પાક આપ્યો હતો. જેમાં પોલીસે આવી નામ પૂછતા તેને ઈલેશ રાજુ રાણા રહે. પાદરા રાણા વાસ જણાવ્યું હતું.

બનાવ બનતા પાદરા પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે આવું કૃત્ય કરનાર એક ટોળકી હોવાનું જણાઇ આવે છે.

વડોદરા પાદરા વચ્ચે આવતી જતી પાદરાની છોકરીઓને શારીરિક છેડતી કરનાર યુવકને યુવતીની પરિવારજનો ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો. ગોપાલ ચાવડા

અન્ય સમાચારો પણ છે...