Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલની NSS શિબિર ખંડીબારા ગામે યોજાઇ
શ્રી કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલ, કવાંટની NSS ખાસ શિબિર ખંડીબારા ગામે યોજવામાં આવી હતી. આ શિબિરમાં કવાંટ હાઈસ્કૂલના આચાર્ય, મોટી સાકળ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ, ખંડીબારા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષક મિત્રો, ગામના આગેવાનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ક્વાંટ હાઈસ્કૂલના આચાર્ય આર.પી.પટેલે શાળાના વિદ્યાર્થીઓને એનએનએસનું મહત્વ તથા જીવનમાં લક્ષ નક્કી કરો અને ત્યાં સુધી પહોંચવા કટિબદ્ધ બનો તથા દેશ પ્રત્યે પોતાની ફરજો પ્રત્યે જાગૃત બનો જેવી મહત્વની બાબતો પર ભાર મુક્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોસાહિત કર્યા હતા. આ શિબિરમાં ખંડીબારા ગામમાં પ્રભાતફેરી, યોગ, સ્વચ્છતા અભિયાન, શ્રમકાર્ય, સાક્ષરતા અભિયાન, કુપોષણ કાર્યક્રમ, એડ્સ જાગૃતિ રેલી તથા નાટક, ભીત સૂત્રો, વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએનએસ શિબિરના કન્વિનર સી.એસ.માછી તથા સહાયક એ. પી.રાઠવાના સહયોગથી પૂર્ણ કરવામાં આવી હતી.
NSS શિબિર ખંડીબારા ગામમાં યોજાઇ હતી.યશવંત ચૌહાણ