તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવીન સંખેડા તાલુકા પંચા.કચેરીનું સાડા ત્રણ વર્ષ બાદ ઉદ્ઘાટન કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકા પંચાયત કચેરીને બન્યાના સાડા ત્રણ વરસે સોમવારે બીજા નોરતે ઉદઘાટન કરાશે. આજે જિલ્લા વિકાસ અધિકારીએ સંખેડા તાલુકા પંચાયતના નવિન ભવનની મુલાકાત લીધી.

સંખેડા ખાતે રેફરલ હોસ્પિટલની બાજુમાં નવિન તાલુકા પંચાયતનું ભવન વર્ષ 2016માં બનીને તૈયાર થઇ ગયું હતું. પણ સંખેડા તાલુકા પંચાયત કચેરી જે જુના અને જર્જરિત મકાનમાં જ કાર્યરત હતી.નવિન તાલુકા પંચાયત શરૂ કરવાનું મુહુર્ત જ આવતું નહોતું.જોકે નવિન તાલુકા પંચાયત કચેરીમાં લાઇટ ફિટિંગ માટે સંખેડા તાલુકા પંચાયત દ્વારા આશરે 10 લાખ રૂપિયાની લોન આપી હતી.જે બાદ હવે આ મકાન તૈયાર થયું છે. નવિન તાલુકા પંચાયત કચેરીનું સોમવારે બીજા નોરતે ઉદઘાટન થવાનું છે.નવિન કચેરીની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી અને કચેરીના પ્રવેશ દ્વાર પાસે જ વર્ટિકલ ગાર્ડન બનેલું જોઇ આ બાબતે તેઓ સ્થાનિક અધિકારીઓને પૃછા કરી હતી.અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે બોડેલી તાલુકા સેવાસદનમાં તત્કાલિન મામલતદાર મયુરભાઇ પરમારે જિલ્લામાં સૌ પ્રથમ વખત જ વર્ટિકલ ગાર્ડન બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...