તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી માટે ચેકિંગ હાથ ધરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ચૂંટણી પંચ દ્વારા મહિસાગર જિલ્લામાં ૧૨૨ લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી તા 21-10-2019ના રોજ યોજાવાની છે જેના ભાગરૂપે આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય,ચૂંટણીમાં કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પગલાં લેવા વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. નશાયુક્ત પદાર્થોની હેરફેર તેમજ સરહદી ચોકીઓ પર ચોકસાઈ અંગે અધિકારીઓએ માહિતીની આપ-લે કરી હતી ચૂંટણી શાંતિ ભર્યા વાતાવરણમાં, યોજાય તે માટે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર અને મહિસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા વિસ્તારના સરહદ ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ડુંગરપુર જિલ્લાના કલેકટર આલોક રંજન, મહિસાગર જિલ્લા કલેક્ટર આર.બી બારડ, ડુંગરપુર પોલીસ અધિક્ષક જય યાદવ મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડાની હાજરીમાં બોર્ડરની બેઠક જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...