તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકાનાં રનોડા ગામમાંથી દારૂનો જથ્થો પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકા | ધોળકા ટાઉન પોલીસમાંથી મળતી માહિતી મુજબ ક્લીકુંડ ચોકી વિસ્તારમાં ફરજ બજાવતાં હરદેવસિંહ નટવર સિંહ પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન રનોડા ગામમાં પહોંચતાં ખાનગી બાતમી મુજબ રનોડાના સીમ ગજાનંદ પેટ્રોલપંપની પાછળ ખેતરમાં રહેતા મેનાબેન બટુકભાઈ ભગવાનભાઈ દેવીપૂજક પોતાનાં ઘરે દેશીદારૂ વેચવાનો ધંધો કરે છે. મેનાબેનનાં ઘરે રેડ કરતાં કોઈ હાજર મળી આવેલ નહીં અને જેથી તેઓનાં ઘરે મોટા કેરબામાં દેશી દારૂ ભરેલ હતો આ કેરબા ઉપર ધોળકાનાં માર્કવાળું સીલ મારવામાં આવ્યું હતું. આમ મેનાં બેનની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...