તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડાણાની સરસડી જુથને વિજ કનેક્શન ન મળતાં 27 ગામો ઉનાળામાં પાણીથી વંચિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા કડાણા તાલુકાની સરસડી જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ તો કર્યું પણ વિભાગીય સંકલનમાં અભાવ અને તંત્રની બેદરકારી થી વીજ કનેક્શન ન મળતાં ૨૭ ગામના લોકોને હજી પણ મહિનાઓ સુધી પાણી માટે વેખલા કરવાનો વારો આવે તેવું જોવા મળી રહ્યું છે.

કડાણા તાલુકાની ઉતર વિભાગની પીવાના પાણીની કાયમી સમસ્યા હલ કરવા વર્તમાન સરકાર દ્વારા લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે 41.61 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરી સરસડી વાછલા ડુંગર જૂથ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં ૧૦ માર્ચના રોજ સંતરામપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં 9.23 એમ. એલ. ડી પાણીની જરૂરિયાત મુજબ 27 ગામોના અંદાજે92334 લોકોને આ યોજનાનો લાભ મળશે તેવો વહીવટી તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો પરંતુ લોકાર્પણના આટલા દિવસ વિત્યા બાદ પણ તાલુકાના એકપણ ગામને પીવાનું પાણી મળ્યું નથી. ત્યારે તપાસ કરતા જાણવા મળેલ છે કે આ યોજનાનું પાણી સંપ થી ગામ અને ઘર સુધી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા વીજ કનેક્શન મેળવવાના હોય છે જે મેળવ્યા જ નથી. જેથી લોકાર્પણ બાદ પણ યોજનાનો લાભ હાલ લોકોને ન મળતાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકાર્પણ સમયે પાણી પુરવઠા વિભાગ દ્વારા કડાણા જળાશયમાંથી સંપ સુધી પાણી લાવવા માટે જનરેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકાર્પણમાં પાણી બતાવી લોકોની આશાઓ ઉપર પાણી ફેરવી દેવામાં આવ્યું હતું.

કડાણાની સરસડી જુથને વિજ કનેકશન ન મળતાં 27 ગામો ઉનાળામાં પાણીથી વંચિત. તસ્વીર શૈલેન્દ્રસિંહ પુવાર, નિતુરાજ પુવાર

14 અરજીઓના પૈસા મળેલ છે
મારી પાસે ૩૨ કનેક્શન આપવાની અરજી આવેલી છે.જેમાંથી 17અરજીઓના પૈસા મળેલ છે. જેમાં કનેક્શન આપવાની કામગીરી ચાલુ છે. બીજા ગામોમાં કનેક્શન માટે અમારી પાસે કોઈ માહિતી નથી. જી. એન. ગજ્જર, ના. કા. ઈ. એમ.જી.વી.સી.એલ. કડાણા

ટૂંક સમયમાં થઈ જશે
અમારી સ્કીમમાં ગામના પાદર સુધીના સંપમાં પાણી પહોંચાડવાનું છે. આગળનું કામકાજ વાસ્મો અને એમજીવીસીએલ દ્વારા પ્રગતીમાં છે. એમજીવીસીએલમા વીજ કનેક્શન માટે અરજીઓ મોકલી આપેલ છે. એમનું કામ ચાલુ છે. ટૂંક સમયમાં થઈ જશે. જે.એસ.ડામોર, ના. કા. ઈજનેર પાણી પુરવઠા વિભાગ સંતરામપુર

7/12 કઢાવ્યાં બાદ ખબર પડી કે ગૌચર જમીન છેે
અમુક ગામોમાં ગૌચર જમીનમાં બાંધકામ કામ થઈ થયું છે. તલાટી સરપંચની ભૂલ છે. એ લોકોએ ઠરાવ આપેલો એ આધારે અમે કામ કર્યું. ત્યારબાદ 7/12 કઢાવ્યાં બાદ ખબર પડી કે ગૌચર જમીન છે. કલેક્ટરમાં રજૂઆત કરી છે.પી. પી. શાહ, કા. ઈ. પાણી પુરવઠા મહીસાગર

અન્ય સમાચારો પણ છે...