તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકામાં પતંગની ઘરાકી ખૂલતાં વેપારીઓમાં આનંદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકા શહેર સહિત પંથકમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ રસિયાઓ દ્વારા આકાશી યુદ્ધ ખેલવામાં આવે છે પતંગ રસિયાઓ પોતાની મનગમતી પતંગ અને દોરી લેવા માટે શુક્રવારના રોજથી જ ખરીદી કરતા પતંગના વેપારીઓમાં આનંદ છવાયો હતો.

આ વર્ષ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે માર્કેટ નો સર્વે કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે મંદીનો માહોલ છે છતાં આજરોજ શુક્રવારથી ખરીદી સારી નીકળેલ છે જે આગામી ત્રણ દિવસ દરમિયાન સારી ખરીદી રહેશે અવનવી પતંગો માર્કેટમાં આવેલ છે જેમાં તુકલ, અડધીયા સહિત વિવિધ પ્રિન્ટેડ જેવી કે મોદી હે તો મુમકિન હૈ,બેટી બચાવો બેટી પઢાઓ,પબજી,ડોરેમોન સહિત ની પતંગો માર્કેટમાં આવેલ છે વેપારીઓ જણાવી રહેલ છે કે આ વર્ષ પતંગ દોરી ના ભાવ માં કોઇ વધારો આવેલ નથી જ્યારે માર્કેટમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક ચીકી સહિતની વસ્તુઓનું વેચાણ આ દિવસોમાં વધ્યું છે ભાવ સરેરાશ ભાવ 160 થી 200 રૂપિયે કચરિયું વેચાઈ રહેલ છે જ્યારે ઉત્તરાયણ પર્વને લઇને પતંગ રસિયાઓ દ્વારા વિવિધ ચશ્મા ગોગલ્સ ની ખરીદી થઇ પણ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો