તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટથી હેરાન કરતો શખ્સ મહિલા પાછળ છોટાઉદેપુર સુધી આવી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરથી અજણ્યા વ્યક્તિએ મહિલાની મદદ કરવાની ભાવનાથી 181 હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે એક વ્યક્તિ આ મહિલાને સાથે લઈ જવા દબાણ કરે છે. જેથી મદદ કરવા અનુરોધ કરતા અભયમની ટીમ છોટાઉદેપુર તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાની ઈચ્છા તેના મામાને ઘરે જવાની હોઈ તેને સહી સલામત પહોંચાડતા મહિલાએ રાહતનો દમ લીધો હતો.

મળતી માહિતી મુજબ મજૂરી કામ અર્થે મહિલા અને તેનો પરિવાર મધ્યપ્રદેશના ગામમાંથી રાજકોટ જિલ્લામાં ગયા હતા. ત્યાં સાથે કામ કરતા તેમના જ ગામનો એક વ્યક્તિ મળી ગયો હતો અને મહિલા સાથે પરિચય કેળવી તેની સાથે રહેવા માંગતો હતો. પરંતુ મહિલાને તે પસંદના હોવાથી તે રાજકોટથી મધ્ય પ્રદેશ પોતાના ગામ જવા નીકળી ગઇ હતી. તેની પાછળ તે વ્યક્તિ પણ આવી ગયો હતો. છોટાઉદેપુર બસમાંથી ઉતારી દીધી હતી. જેથી ગભરાયેલી મહિલા બસ સ્ટેશનમાં બેસી ગઇ હતી. પરંતુ તે વ્યક્તિ તેની પાછળ પડતા તે ગભરાઈ ગઇ હતી અને એક ત્રાહિત વ્યક્તિને જણાવ્યું હતું કે આ વ્યક્તિ મને હેરાન કરે છે. જેથી ત્રાહિત વ્યક્તિએ તેને મદદ કરવા અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કરતા રેસ્ક્યુ વાન તાત્કાલિક આવી પહોંચી હતી. તેથી તે વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. રેસ્ક્યુ ટીમે તેને પૂછપરછ કરતા તેને પોતાની આપવીતી જણાવી હતી અને પોતાના ગામ પહોંચાડવા વિનંતી કરી હતી. મધ્ય પ્રદેશ તેના પરિવારનો સંપર્ક સાધવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળેલ કે મહિલા ના મામા છોટાઉદેપુર નજીકના ગામમાં રહે છે. જેથી મહિલાએ જણાવ્યું હતું કે મને મામાને ઘરે પહોંચાડો ત્યાંથી મારા મામા મને મારા ગામ પહોંચાડશે. જેથી રેસ્ક્યુ ટીમ તેમના મામાને ઘરે સહી સલામત પહોંચાડવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો