તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં જૈનાચાર્ય દર્શનયશસૂરી મ.ની પધરામણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં જૈનાચાર્યનું આગમન થતા આકર્ષક ગહુંલી કરી ગુરુવંદન કરવામાં આવ્યું .

શ્રી વીશા નીમા જૈન સંઘ, ગોધરામાં જૈનાચાર્ય શ્રી દર્શનયશસૂરિ મ.ની પધરામણી થઈ.જૈન સમાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પૂજ્યશ્રી તથા જૈન સમાજ ના લોકો વાજતેગાજતે રાયણવાડીથી પોલીસ ચોંકી પાસેના શાંતિનાથજી દેરાસરે સામૈયા સહ પધાયાઁ હતા. ચૈત્ર માસમાં નવ દિવસ આયંબિલની ઓળી કરાવવા તેઓ અહિ પધાર્રતા તેમનું જૈન સમાજે સામૈયું કરી આકષઁક ગહુંલી કરી ગુરુવંદન કરવામાં આવ્યું હતું. પ્રવેશ બાદ શાંતિનગર સ્થિત ઉપાશ્રયમાં આયંબિલ તપ વિષે પ્રવચન આપ્યું હતું ત્યાર બાદ પૂજયના ભકતો દ્વારા 50 રૂપિયા નું સંઘપૂજન કરવામાં આવ્યું હતું.

પૂજ્યશ્રીએ ગોધરામાં અગાઉ ઐતિહાસિક ચાતુર્માસ કરી વિશેષ અનુષ્ઠાન તથા હ્રદયસ્પર્શી પ્રવચન ધ્વારા યુવાનોને આકષ્યાઁ હતા તેથી તેનો જૈન સમાજમાં અનેરો આનદો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.તા.17 એપ્રિલ2 019ના ગુરુવારે પૂજય આચાર્ય મહારાજસાહેબ, સાધુ મ.સા. તથા સાધ્વીજી મ.સા..ના સાંનિધ્યમાં ભગવાન મહાવીરસ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે રથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવશે. વરઘોડામાં નવીન ચાંદીનો રથ મુખ્ય આકષઁણનું કેન્દ્ર રહેશે.

ગોધરાના જૈન સમાજમાં સર્વ પ્રથમવાર વરસીતપની આરાધના સમૂહમાં થઈ રહી હોવાથી અનેરો ઉલ્લાસ વ્યાપેલ છે.દરરોજ સવારે 7.15 કલાકે કદ જૈનાચાર્યશ્રીના પ્રવચન રાખવામાં આવ્યા છે તો દરેકે પ્રવચનનો લાભ લેવા શ્રી સંઘ દ્વારા જણાવવા માં આવે છે.

ગોધરામાં જૈનાચાર્યનું આગમન થતા આકર્ષક ગહુંલી કરી ગુરુવંદન કરી .

અન્ય સમાચારો પણ છે...