તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇ ખાતે નગરપાલિકાની આગામી સામાન્યસભા તોફાની બને તેવા એંધાણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડભોઇ નગરપાલિકાની આગામી 17 માર્ચનાં રોજ મળનારી બજેટલક્ષી સામન્ય સભાનો એજન્ડા તો નિકળ્યો પણ નિયમોનુસાર એજન્ડા સાથે બજેટ કોપી ન આપતાં અને એજન્ડા મળેથી પુરા 7 દિવસ ન મળતાં વિરોધપક્ષ દ્વારા ચીફ ઓફીસરને લેખિત આપતાં પાલિકાને રાજકારણ ગરમાઇ ગયું છે. જે જોતાં આગામી સામાન્યસભા તોફાની બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

ડભોઇ નગરપાલિકાનાં માજી કારોબારી ચેરમેન અને વિરોધપક્ષનાં નેતાં સુભાષ ભોજવાણી દ્વારા ચીફઓફીસર ને લેખિત માં જણાવ્યા મુજબ પાલિકાનાં બજેટ બમાટે આગામી ૧૭ માર્ચનાં રોજ બોલાવાયેલી સામાન્ય
...અનુ. પાન. નં. 2

લેખિતમાં આપી માંગણી કરી હતી પરતું હજુ કોપી આપી નથી

૧૯૬૩ની કલમ ૭૯(ક) મુજબ એજન્ડા સાથે બજેટની કોપી આપવી પડે એટલું જ નહી એજન્ડા સદસ્યોને મળેથી પુરા સાત દિવસ મળવા જોઇએ પરંતું તે પણ મળતાં નથી જેથી આજરોજ બજેટની માંગણી લેખિતમાં આપી માંગની કરી હતી પરતું હજુ સુધી કોપી આપી નથી. જે જોતાં બજેટ તૈયાર થતાં પહેલાંજ એજન્ડા કાઢવામાં આવ્યો હોય તેવું ફલિત થાય છે. >સુભાષ ભોજવાણી, વિરોધપક્ષ અને માજી કારોબારી ચેરમેન

એવો કોઇ નિયમ નથી કે એજન્ડા સાથે બજેટની કોપી આપવી, બજેટ જાહેરમાં મુકાયું છે

એવો કોઇ નિયમ નથી કે એજન્ડા સાથે બજેટની કોપી આપવી, બજેટ તૈયાર છે જે ઓફિસ પર જાહેરમાં મુકવામાં આવ્યું છે. જેણે અભ્યાસ કરવો હોય તે કરી શકે છે. >મુકેશ શાહ(દાલ),કારોબારી ચેરમેન

બજેટ કોપી ન આપતાં અને એજન્ડા મળેથી પુરા 7 દિવસ ન મળતાં વિરોધપક્ષે ચીફ ઓફીસરને લેખિતમાં આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો