તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરામાં વીજળી પડતાં વીજ ઉપકરણ બળી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં બુધવારે બપોર બાદ એકાએક કડાકાભેર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજ વીજ સાથે વરસેલા વરસાદમાં પાદરા ના પરનામી અગરબત્તી પાછળ આવેલી ભાગ્યલષ્મી સોસાયટી માં વીજળી પડી હતી સદ નસીબે પડેલી વીજળી થી કોઈ પણ જાતની જાનહાની થઈ ન હતી. પરંતુ સોસાયટી ના 15 મકાનોના વીજ ઉપકરણોને ભારે નુકશાન થયું હતું ટી.વી. પંખા સહિત ફ્રીજ જેવા વીજ ઉપકરણો ને નુકશાન થવા પામ્યું હતું. ભર વરસાદે વીજ નો મોટો ધડાકો થતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને વીજળી પડતાની સાથે જ એક મકાનના મીટર માં સમાઈ હતી જેથી વીજ મીટર પણ બળી ને ખાખ થયું હતું જેના કારણે આ વિસ્તાર ના મકાનના વીજ ઉપકરણોમાં નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...