તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલના વોર્ડ 5માં ગંદકીથી રોગચાળો ફાટવાની દહેશત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર ના સ્વચ્છ ભારત મિસન ની વાતો વચ્ચે હાલોલ નગર પાલિકા ના વોર્ડ ન પાંચ માં આવેલ બદશાહબાવા દરગાહ વિસ્તારમાં ભારે ગંદકી વચ્ચે પીવાનું પાણી દૂષિત આવતા રહીશો એ વારંવાર પાલિકા સહિત વિસ્તાર ના ચૂંટાયેલા સભ્યો ને રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા રહીશો એ હાલોલ પ્રાંત અને મામલતદાર ને લેખિત રજુઆત કરી ઘટતું કરવા માંગ કરી છે

હાલોલ બાયપાસ નજીક આવેલ બાદશાહ બાવા દરગાહ વિસ્તારમાં છેલ્લા કેલાય સમય થી વિસ્તારમાં સાફસફાઈ ન કરાતા ગંદકી નું ભારે સાંમ્રાજ્ય ઉભું થતા સાથે નળ માં દૂષિત પાણી આવતા વિસ્તારના રહીશો એ પાલિકા ના અધિકારીઓ સહિત વિસ્તારના ચૂંટાયેલા સભ્યો ને વારંવાર રજુઆત કર્યા છતાં કોઈજ કાર્યવાહી ન કરાતા મચ્છરો ના ઉપદ્રવ સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે હાલોલ પ્રાંત અધિકારી અને મામલતદાર ને રહીશો એ સહીઓ સાથે લેખિત રજુઆત કરવામાં આવી છે.

હાલોલ નગરપાલિકા વોર્ડ નં પાંચમાં ગંદકીને લઈ રોગચાળો ફાટવાની દહેશત રહીશોમાં સતાવી રહી છે. મકસુદ મલિક

પ્રાંત અને મામલતદારને અરજી આપી છે
 અમારા વિસતાર માં ભારે ગંદકી ફેલાઈ છે અને પાલિકા ના નળ માં દૂષિત પાણી આવતા અમે મહિલાઓ પાલિકા માં વારંવાર રજુઆત કરી છે ગંદકી અને પાણી નો જટિલ પ્રસ્ન છે જયારે વોટ લેવા ના હતા તયારે આ સભ્યો હાથ પગ જોડતા હતા હવે રજુઆત કરીએ છે તો એક સભ્ય કહે છે આ વિસ્તાર મારામાં નથી આવતો બીજો કહેછે મારા માં નથી આવતો અમારે જવાનું કયા માટે અમે પ્રાંત અને મામલતદાર ને અરજી આપી છે. મીનાબેન ક્રિશચન, સ્થાનિક રહીશ

રોગચાળા માટે પાલિકા જવાબદાર રહેશે
 અમે ખોબે ખોબે વોટ આપી જીતાડયા છે કે અમારા પ્રસનો ને વાચા અપાશે છતાં અમારા વિસ્તારમાં ભારે ગંદકી થઈ ગઈ છે વર્ષો થી કોઈ સાફસફાઈ કરવા આવતું નથી અમનેબકે અમારા બાળકો ને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ થશે તો તેના માટે પાલિકા જવાબદાર રહશે. અખ્તરનિશા શૈખ, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...