ડભોઇના કાજીવાડા મસ્જિદ નજીક ડ્રેનેજનું ઢાંકણ 2 માસથી ખુલ્લું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇ નગરના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજના પ્રશ્નોને લીધે લોકો પરેશાન છે. બે માસ ઉપરાંતથી કાજીવાડા મસ્જીદ નજીક આશિયાના બિલ્ડીંગના મુખ્ય રોડ જે મુખ્ય બજારને જોડતો છે ત્યાજ એક ડ્રેનેજનું ઢાકણું ખુલ્લુ પડ્યું હોય સાથે સાથે ડ્રેનેજના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા લોકોને રોડ ઉપરથી પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે. જ્યારે આ જ વિસ્તારમાં કાજીવાડા મસ્જીદ આવેલ હોય લોકોને મસ્જીદમાં જવા માટે ગંદા અને દુષીત પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. પાલિકા તંત્ર છેલ્લા કેટલા સમયથી કહી રહી છે. ડ્રેનેજની સમસ્યા હલ કરવા પણ હજી સુધી સમસ્યાનું નિરાકરણ ન આવતા પ્રજામાં ભારો ભાર રોષની લાગણી પરવર્તી છે વહેલી તકે ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...