તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા ડેપો પાસેની દુકાનોના દરવાજા અંદરની બાજુ ખુલશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા શહેરને ટ્રાફીક મુક્ત કરવા વહીવટી તંત્ર નવતર પ્રયોગો કરી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા શહેરની ચોકડી ઉપર ટ્રાફીકને કંટ્રોલ કરવા ટ્રાફીક પોલીસ દ્વારા નિયંત્રણ કરવામાં આવી રહ્યુ઼ છે.ત્યારે શહેરની ટ્રાફીકથી અવાર નવાર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળતો વિસ્તાર એવો બસ સ્ટેન્ડ પાસેનો ટ્રાફિક હળવો કરવા જિલ્લા કલેકટરે નવતર પ્રયોગ અજમાવી રહ્યા છે. બસ સ્ટેન્ડને અડીને આવેલી દુકાનોના બહાર રોડ પરનું પ્રવેશ દ્વાર બસ સ્ટેન્ડની અંદર લઇ જવાશે. જેથી બહાર વાહનોને લીધે થતો ટ્રાફિક જામ બંઘ થઇ જશે. બસ મથકની દુકાનોના અંદર પ્રવેશ દ્વાર કરવા તમામ દુકાનદારોને પાલિકાએ નોટીસ આપીને દુકાનોના શટર બસ સ્ટેન્ડમાં કરવા સૂચન આપી દીધી છે. જેને લઇને બસ સ્ટેન્ડને અડીને આવેલા દુકાનના દુકાનદારોએ કલેકટરને રજુઆત કરી હતી. પણ કલેકટરે શહેરની ટ્રાફીક સમસ્યાને ધ્યાને લઇ મક્કમ થઇને ગોધરા શહેરને ટ્રાફીક મુકત બનાવવા બસ સ્ટેન્ડની બહારની દુકાનનો પ્રવેશ દ્વારા અંદર થયા બાદ બહાર રોડ સાઇડે દીવાલ બની જવાથી મોટા ભાગનો ટ્રાફીક બસ સ્ટેન્ડ વિસ્તારમાં નાબુદ થઇ જશે.

ગોધરાની ટ્રાફિકની સમસ્યાનું પણ નિરાકરણ આવી જશે
ગોધરા શહેરની ટ્રાફીકની સમસ્યાને નિવારવા માટે બસ સટેન્ડને અડીને આવેલી દુકાનનો પ્રવેશ દ્વાર બસ સ્ટેન્ડની અંદર લઇ જવાશે અને બસ મથકમાં રીક્ષા સ્ટેન્ડ બનશે.જેથી ટ્રાફીક જામ થતો અટકી જશે. તેમજ નવીન બની રહેલા ફોરલેન રોડ વચ્ચે વૃક્ષો રોપવામાં આવશે. ઉદિત અગ્રવાલ, કલેકટર, પંચમહાલ

ગોધરા બસ્ટેન્ડની બહાર આવેલી દુકાનો નજરે પડે છે. હેમત સુથાર

બસ સ્ટેન્ડમાં રીક્ષા સ્ટેન્ડ બનશે
બસ સ્ટેન્ડની અંદરનો જર્જરીત બગીચો તોડીને તેની જગ્યાએ રીક્ષા સ્ટેન્ડ બનાવામાં આવશે. જેથી બહાર ઉભી રહેતી રીક્ષાઓ બસ સ્ટેન્ડની અંદરના રીક્ષા સ્ટેન્ડમાં ઉભી રહેતાં ટ્રાફીકની સમસ્યા સદંતર બંધ થઇ જશે.જેના માટે કલેક્ટરે રીક્ષા એસોશિએશન સાથે મીટીંગ યોજવાના છે.

28 કરોડના ખર્ચે ફોરલેન રોડ
ગોધરા ઘારાસભ્ય સી.કે.રાઉલજીની રજુઆતને પગલે 28 કરોડના ખર્ચે ભુરાવાવ થી ભામૈયા અને પ્રભાના નાડાથી પરવડી સુધી ફોરલેન રોડ બનશે અને રોડની વચ્ચે વૃક્ષો રોપાશે જેથી પ્રદુષણ પર કંટ્રોલ આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો