તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 બેઠકો અને 3 આંદોલન બાદ નિર્ણય લેવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાલોદના નવીન વરોડ ટોલ દ્વારા સ્થાનિકો પાસે ટોલટેક્સ વસૂલવાનું શરૂ કરવામાં આવતા પ્રારંભમાં જ વિવાદ ઊભો થયો હતો.ત્યારે સ્થાનિકોએ કાયમી ટોલટેક્સમાં મુક્તિ આપવા માટે માંગણી કરી હતી.નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ નિકાલ લાવવામાં ન આવતા ટોલનાકાનો ઉગ્ર વિરોધ કરાયો હતો.

પ્રાપ્ત માિહતી અનુસાર, કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે પણ પરિવહન મંત્રી મનસુખ માંડવિયાને લેખિતમાં રજૂઆત કરી હતી. આ સાથે ઝાલોદ તાલુકામાં 20 કિલોમીટરમાં આવતા સ્થાનિકોના તમામ પ્રકારના વાહનોને કાયમી મુક્તિ આપવામાં માટે ધારાસભ્ય ભાવેશ કટારા એ પણ નેશનલ હાઇવેના અધિકારીઓએ તથા પ્રાંત સાથે બેઠક યોજી રજુઆત કરી હતી. દરમિયાન ટોલટેક્સથી રોષે ભરાયેલાં સ્થાનિક લોકો દ્વારા સોમવારે ટોલનાકા પર 30 મિનિટ સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. લોકોનો રોષ પારખી ટોલ અધિકારીઓની બેઠક બાદ ફકત સ્થાનિકોના તમામ પ્રકારના વાહનોને ટોલટેક્ષ માંથી કાયમી મુક્તિ આપવાની જાહેરાત કરાઇ હતી.

કાયમી ટોલ માંથી સ્થાનિકોને રાહત આપતા સ્થાનિકોએ ટોલ ખાતે ખુશી મનાવી હતી.ચક્કાજામના આંદોલનને લઈને કોઈ બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.આમ 4 બેઠક અને ત્રણ આંદોલન બાદ સ્થાનિકોને મુક્તિ આપવામાં આવી હતી.

ઝાલોદ વરોડ ટોલ ખાતે સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ વસુલવાનું શરૂ કરવામાં આવતાં કાયમી ટોલમાંથી મુક્તિ અપાવવા માટે ટોલ મથકે તાલુકા સભ્યો અને સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવતાં વાહનોની કતારો સાથે લોકોના ટોળાં જામ્યા હતાં.તસ્વીર : સરફરાજ ગુડાલા

સોમવારે ચક્કજામ કરતાં પોલીસ કાફલો તૈનાત કરાયો હતો : ટોલના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં
30 મિનિટના ભારે ચક્કાજામ બાદ તંત્ર ઘૂંટણીયે : સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ
ચર્ચા અંતે નિર્ણય લેવાયો
આજ લોકોએ ટોલ ઉપર ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો. તે અંતર્ગત અમારા ઉચ્ચ અધિકારીઓ વરોડ આવ્યા હતાં. ચર્ચા અંતે ઝાલોદ તાલુકાના વીસ કિમી અંતરે આવતાં ફક્ત સ્થાનિકોના તમામ પ્રકારના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.રાજીવકુમાર મિશ્રા, ટોલ મેનેજર,વરોડ

શું શુ જોઇએ પાસ મેળવવા માટે
ટોલમાંથી મુક્તિનો પાસ મેળવવા માટે સ્થાનિકોએ વાહનની આર.સી બુક, આધારા કાર્ડ, ઇલેક્શન કાર્ડની ઝેરોક્ષ જમા કરાવવી પડશે. આટલા પુરવા જમા કરાવ્યા બાદ થોડા સમયમાં સ્થાનિકોને ટોલ મુક્તિનો પાસ ઇશ્યુ કરાશે તેવું ટોલના અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો