સફાઇ કર્મીનું મોત થતા પોલીસ દ્વારા શોક સન્માન અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા એસઆરપી ગૃપમાં સફાઇ કામ કરતા કર્મીનું મોત થતા પોલીસ દ્વારા શોક સન્માન અપાયું

કુદરતી મોત થતાં શ્રધ્ધાંજલી આપી માનવતાની સરહાના કરી
ભાસ્કર ન્યુઝ | ગોધરા

મોટા ભાગે જવાન કે મોટો નેતા મૃત્યું પામે ત્યારે પોલીસ દ્વારા મૃતકને સન્માન આપવા બંદુકધારી પોલીસ જવાન આવીને શ્રધ્ધાંજલી આપે છે. ત્યારે ગોધરાના ઇતિહાસમાં પ્રથમ વખત કુદરતી મોત પામેલા એક સફાઇ કર્મીને પોલીસ દ્વારા બંદુક અને બ્યુગલ વગાડીને સન્માન આપવામાં આવ્યું હોય તેવી પ્રથમ ઘટના ગોધરાના બહારપુરામાં બની છે.

ગોધરાના બહારપુરાના મામફડકે નગરમાં રહેતા બાબુભાઇ હિરાભાઇ ચૌહાણ સફાઇ કર્મી તરીકે નગર પાલિકામાં કામ કરતાં હતા. તેઓ સફાઇનું કામ ગોધરાના એસઆરપી ગૃપ-5 માં છેલ્લા 30 વર્ષથી કરતા હતા. રોજ એસઆરપી ગૃપમાં ઇમાનદારીથી કામ કરતાં સફાઇ કર્મીને સ્થાનીક રહીશો અને એસઆરપી જવાનો સાથે સારો મેળમિલાપ થઇ ગયો હતો.

નિવૃતીને બે વર્ષ બાકી હતા અને ઇમાનદારીથી કામ કરતાં બાબુભાઇ ચૌહાણ બિમાર પડતાં તેઓનું કુદરતી મોત મંગળવારે થયું હતું. ત્યારે મામા ફડકે નગર માં તેઓના વાસ્મીકી સમાજના જયેશભાઇ ચૌહાણ તથા સ્વજનો અંતિમક્રિયાની તૈયારી કરી રહ્યા હતા. તે જ દરમિયાન એસઆરપી ગૃપ-5ના પાચં પોલીસ જવાન અંતિમ ક્રિયામાં આવી પહોંચતા ઉપસ્થિત સૌ અચંબીત થઇ ગયા હતા.

એસઆરપી ગૃપના જવાનોએ મૃતક બાબુભાઇ ચૌહાણને તેઓની ઇમાનદારીથી કરેલી કામગીરીને વધાવીને તેઓને બ્યુગલ વગાડીને ચાર જવાનોએ બંદુક જમીન તરફ રાખીને શોક સમ્માન આપ્યું હતું.

...અનુ. પાન. નં. 2