Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સભામાં પાદરાની સમસ્યાના પ્રશ્નો ન પૂછવા દેતા વિવાદ
પાદરા નગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. કારોબારી ચેરમેન સંજય પટેલ દ્વારા 2020 /21નું બજેટ સવાનુમતે મજૂર કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત રૂા. 33 કરોડ ઉપરાંતનું પુરાંત વાળુબજેટ મજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રોડ, સસ્તા સહિતના કામોને મજૂર કરવામાં આવ્યા હતા.
મળેલી સામાન્ય સભામાં પાદરાના નાગરિકોની સમસ્યાઓ લઈને યુવાનો દ્વારા પ્રશ્નો માટે પરવાનગી ...અનુસંધાન પાના નં.2
પાદરા નગર પાલિકાનાં સદસ્ય અને માજી ઉપપ્રમુખ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા
પાદરા નગર પાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભામાં કુલ 28 સભ્યો છે. જેમાં ભાજપના 23 ચૂંટાયેલા સભ્યો છે. જેમાં 3 કોંગ્રેસના અને 2 અપક્ષો છે. જેમાં આજની સભામાં કુલ 18 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ભાજપના નરેશ અગ્રવાલ અને અલકાબેન પટેલ બહાર ગામ ગયા છે જ્યારે કૌશિક દરજી જે માજી ઉપપ્રમુખ છે તેમને આજની મીટીંગનો બાયકોટ કર્યો હતો અને તે અંગે વોટ્સેપમાં આગાઉથી પોતાની નારાજગી દર્શાવી ગેર હાજર રહ્યા હતા. આ અંગે તેમની સાથે ટેલીફોનીક વાત કરતા જણા હતું કે, નગર પાલિકા દ્વારા હલકી કક્ષાના કામો થાય છે. આ અંગે ચીફ ઓફિસરને 50 વખત જણાવ્યું છે કે તમે રૂબરૂ કામો જોવા જાવ. પરંતુ તેવો કેબિન છોડીને જતાં નથી. તેથી મે આ કામોનો વિરોધ કરવા મીટીંગમાં ગેર હાજર રહ્યો છું.
બજેટ સર્વાનુમતે રજૂ કરાયું
પાદરા નગર પાલિકાનું 33 કરોડનું પુરાંત વાળુ બજેટ આજે સર્વાંનું મતે રજૂ કરવામાં આવ્યું હતું.
> સંજયભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ, પાદરા નગર પાલિકા
1995 બાદ કોઈ પણ ટીપી સ્કીમ મંજૂર થઈ નથી
પાદરા નગર હદ વિસ્તારમાં 1995 બાદ વુડા દ્વારા કોઈ પણ ટી.પી સ્કીમ નહીં પાડતા પાદરા શહેરમાં સામાન્ય વ્યક્તિને ઘર લેવું મુશ્કેલ બન્યું છે. જેથી વહેલી તકે વુડા દ્વારા ટી.પી 4/5/સ્કીમ અમલમાં મૂકે તેવી માગ કરીએ છે. > પરેશ ગાંધી, માજી પ્રમુખ, પાદરા નગર પાલિકા
દરેક નાગરિક ચાલુ સાભામાં બોલે તો અયોગ્ય
આજની સામાન્ય સભામાં કૂલ 19 મુદ્દા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. 40 લાખના કામો મંજૂર કર્યા છે. નગરમાં ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે. આખા ગામને દેખાય છે. ચાલુ સભાયે કોઈ રજૂઆત કરવા માંગે તે અયોગ્ય છે. દરેક નાગરિક ચાલુ સાભામાં બોલે તો અયોગ્ય છે. બે ત્રણ લોકોને વિકાસ દેખાતો નથી, તેમને વિરોધ કરવો છે. > સચિનભાઈ ગાંધી, ઉપપ્રમુખ પાદરા નગર પાલિકા
_photocaption_પાદરાના નાગરિકોની સમસ્યાઓ લઈને યુવાનો દ્વારા પ્રશ્નો માટે પરવાનગી માંગતા, ચીફ ઓફિસરે યુવાનોને પરવાનગી નહિં આપતા વિવાદ થયો હતો. }ગોપાલ ચાવડા*photocaption*