તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ હાઇવે પર પુલ પરથી કાર નીચે ખાબકી : દંપતીનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિરમગામ માલવણ હાઈવે પર વણી બ્રિજ પાસે 11 માર્ચ બુધવારે સવારે 8.15 કલાક આસપાસ અલ્ટો કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બ્રિજ ઉપરથી નીચે ખાબકતા અલ્ટો કાર સવાર ચાલક અને તેની પત્ની નું મોત થયું હતું

અમદાવાદના વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર નાળામાં ખાબકતા 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા હાઈવે પર વણી અને કાંકરાવાડી ગામની વચ્ચે બની હતી. આ ઘટનામાં કારમાં સવાર પતિ-પત્નીના મોત થયા છે. જેમાં પતિએ કોઈ કારણોસર કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા 15 ફૂટ નાળામાં કાર ધડાકાભેર ખાબકી હતી. જેમાં કારચાલકને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા વિરમગામ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં રસ્તામાં જ મોત નીપજ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. વિરમગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ઇશ્વરભાઇ જેરામભાઈ પટેલ રહેવાસી મોરબીએ આપેલ ફરિયાદ અનુસાર મૃત્યુ પામનાર ધરમશીભાઈ મધુભાઈ લોરિયા પટેલ (રહે. અવની ચોકડી મોરબી)થી તેમના પત્ની જોસનાબેન ધરમશીભાઈ લોરીયા સાથે કારમાં અમદાવાદ સામાજિક કામથી જઈ રહ્યા હતા ત્યારે વણી બ્રિજ પાસે ફરિયાદીના સાઢુભાઈ ધરમશીભાઇ ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે ગફલત ભરી રીતે ચલાવતા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર નાળામાં ખાબકી હતી જેમાં જ્યોત્સના બેનનું સ્થળ પર જ મોત નિપજયુ હતુ. જ્યારે 108 દ્વારા વિરમગામ સરકારી દવાખાને લાવતા ધરમશીભાઈ લોરિયા નું પણ મોત નીપજ્યું હતું.

સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર 15 ફૂટ નાળામાં ધડાકાભેર ખાબકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો