તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારોલમાં દીપડાને ઝડપી પાડવા પાંજરું ગોઠવાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોરસદ તાલુકાના સારોલ -દહેવાણ નદીકિનારાના ભાઠા વિસ્તારમાં આઠ દિવસ અગાઉ કેટલાક ખેડૂતોએ હિસંક પ્રાણીના પગના નિશાન જોયા હતા. જેને લઇ વનવિભાગને જાણ કરવામાં આવી હતી જો કે વનવિભાગએ દીપડો દેખાય ત્યારબાદ પાંજરું ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે નદીમાં માછીમારી કરતા કેટલાક માછીમારોએ પરત ફરતી વખતે દીપડો જોયો હતો અને આ બાબતે સરપંચને જાણ કરવામાં આવી હતી જેને લઇ સરપંચ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે

સારોલ ભાઠામાં દહેવાણથી સારોલ તરફ આવવાના માર્ગ પર રવિવારે કેટલાક ખેડૂતોએ હિંસક પ્રાણીના પગના નિશાન જોવા મળ્યા હતા તેમજ થોડે દૂર મારણ કરેલું નજરે પડ્યું હતું જેને લઇ ખેડૂતો દ્વારા ગામના અગ્રણી શક્તિસિંહ જાદવને આ બાબતે જાણ કરતા તેઓ યુવાનો સાથે દોડી આવ્યા હતા અને તેઓએ દયા ફાઉન્ડેશન બોરસદને જાણ કરવામાં આવી હતી જેને લઇ દયા ફાઉન્ડેશનના ધવલભાઈ પટેલ અને તેમની ટીમ સારોલ ભાઠા વિસ્તારમાં પહોંચી હતી. અને દહેવાણથી સારોલ ભાઠાના રસ્તે નિરીક્ષણ કરતા દીપડાના પંજાના નિશાન સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા.ભાઠા વિસ્તારમાં દીપડો હોવાની શક્યતાને લઇ ભાઠામાં જતા ખેડૂતોને સરપંચ દ્વારા સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું હતું ત્યારે બે દિવસ અગાઉ રાત્રીના સુમારે નદીમાં માછીમારી કરવા ગયેલા બે માછીમારોએ ભાઠામાં દીપડો જોતા તેઓએ સરપંચને જાણ કરી હતી અને બીજા દિવસે એક નીલગાયનું મારણ કરેલું પણ મળી આવ્યું હતું જેને લઇ આ બાબતે વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગ દ્વારા સારોલના ભાઠા વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને ગામના યુવાનો દ્વારા ભાઠા વિસ્તાર નજીકના રહેણાંક વિસ્તારમાં રાત્રી જાગરણ કરવામાં આવી રહ્યું છે

યુવાનોનું ભાઠા વિસ્તારમાં રાત્રી જાગરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો