તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાંણોદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી 13 ઓક્ટોબરે યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદોદ ગ્રામ પંચાયતની સરપંચની પેટા ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ફોર્મ ભરવાની પ્રક્રીયા શરૂ થઇ છે. બેજ વર્ષના ટુંકાગાળામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા જાહેરનામું પ્રસિદ્ધ થતાં તા.28 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. જ્યારે 13 ઓક્ટોબરના રોજ ચુંટણી યોજાશે. જેની મતગણના 15 ઓક્ટોબરના રોજ થશે.

ડભોઇ તાલુકાના ચાંણોદ ખાતે ડીસેમ્બર 2016માં સમગ્ર પંચાયત બોડીની ચુંટણી યોજાઇ હતી. જેમાં સરપંચ પદે વસાવા રાજુભાઇ સોમાભાઇ અને આખી પેનલ ચુંટઆઇ આવી હતી. પરંતુ બે વર્ષના ટુંકાગાળામાં જ ક્રમશ: બે વખત અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા સરપંચને ઘેર બેસવાનો વારો આવ્યો હતો.

જોકે આ ઘટના નવી નહોતી. અગાઉ પણ મહિલા સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી. ખાટલે મોટી ખોડ એ છે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને પદભ્રષ્ટ કરવામાં સફળ રહેલા સેવકો ત્યારબાદ સમકક્ષ વહીવટ કરવામાં અસક્ષમ સાબિત થયા છે. રાજકીય અપરિપકવતાના પરિણામે સત્તા પર બેેઠેલા શાસન ગુમાવતા રહ્યાં છે. પરંતુ પરિપક્વ રાજનિતિનો ઢોલ પીટતા સેવકો પોતાને અને વિકાસ કામોને સ્થાપિત કરવામાં સદંતર અસફળ રહ્યાં છે. રાજકીય નેતાઓ માટે ઉત્સવ બનીને આવેલી ચુંટણી ગ્રામજનો માટે શું ઉત્સવ હશે? પ્રજા વારંવાર ચુંટણીની નહીં પરંતુ સ્થિર પંચાયત અને નગરનો વિકાસ ઝંખી રહ્યાં છે.અનુસુચિત આદિજાતી માટે જગ્યા માટેની ખાલી પડેલી બેઠક માટે હાલતો ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા છે. જ્યારે 28 સપ્ટેમ્બરના રોજ ચોથો શનિવાર હોય છતાં સરપંચની ચુંટણીની છેલ્લા તારીખ મુજબ ઇચ્છુંક ઉમેદવારો ફોર્મ ભરી શકશેનું મામલતદાર કચેરીએથી સુત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...