ખેડા જિલ્લાના યુવકોને લશ્કરમાં ભરતી થવા માટે તાલીમ અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ખેડા જિલ્લામાં લશ્કરમાં ભરતી થવા માંગતા યુવકોને ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઓગષ્ટ મહિનામાં હિંમતનગર ખાતે યોજાનારા કેમ્પમાં ખેડા જિલ્લામાં વધુમાં વધુ યુવકો સફળ થાય તે માટે ખાસ નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. ખેડા જિલ્લાના શારીરિક સશકત તેમજ અવિવાહિત પુરુષ ઉમેદવારો માટે પેટા પ્રાદેશિક રોજગાર કચેરી, નડિયાદ દ્વારા નિવાસી તાલીમ વર્ગ સંભવિત 6ઠ્ઠી જૂન,19ના રોજથી શરૂ કરાશે. આ પૂર્વે તાલીમાર્થીઓની પસંદગી અર્થે શારીરિક યોગ્‍યતા ચકાસણી કેમ્પનું 27મી મે,19 ના રોજ એસઆરપીગ્રુપ-૭ નડિયાદમાં 6-30 કલાકે આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...