સીહાદ ગામે તણાયેલા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીહાદા ગામે ગત રોજ ત્રણ મજુર કોઝવેમાં તણાઈ ગયા હતા. જેમાં બે વ્યક્તિનો બચાવ થયો હતો. એક વ્યક્તિ પાણીના તણાયો હતો.

કવાંટ તાલુકાના સીહાદા ગામેથી પસાર થતી ધામણી નદીના કોઝવે પર થી મોટરસાયકલ પર ત્રણ ઈસમો પસાર થતા હતા. ત્યારે અચાનક ધામણી નદીમાં પાણી વધી જતાં ત્રણ વ્યક્તિઓ તણાઈ ગયા હતા. જેમાં બે વ્યક્તિ બચી ગયા હતા.જ્યારે સોમાભાઇ ધનાભાઈ તંબોયા નદીના પ્રવાહમાં તણાયો ગયો હતો.તેની લાશ ધામણી નદીમાં ચેકડેમ પાસે થી 36 કલાક પછી આજ રોજ વહેલા પરોઢિયે મલી હતી.

અન્ય સમાચારો પણ છે...