તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગળામાં દોરો આવી જતાં બાઇક સવાર યુવકને 7 ટાકા આવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા પાસે સુંદરવન પાસે મોટરસાઇકલ સવાર યુવકના ગળામાં પતંગનો દોરો ફસાતા યુવક ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં લવાયો અત્રે તેને ગળાના ભાગે સાત જેટલા ટાંકા આવ્યા હતાં.

સંખેડા તાલુકાના નૂરપુર ગામનો યુવક અર્જુનભાઈ મફતભાઈ તડવી(ઉ.વ. આશરે 30 વર્ષ) સંખેડા તાલુકાના ગુંડીચા ગામે સામાજિક કામ અર્થે ગયા હતા.સાંજના સમયર તેઓ ગુંડીચા ગામથી પરત નૂરપુર ગામે આવતા હતા.એ દરમિયાન સુંદરવન નજીકના ઢાળ પાસે અચાનક જ તેમના ગળામાં પતંગનો દોરો ફસાઈ ગયો હતો.અને તેના કારણે ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.અત્રેથી પસાર થતા સંખેડાના યુવક જીત તડવીએ આ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સંખેડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યો હતો.અહીંયા ફરજ પરના તબીબ ડૉ. રાજીવનયને ઇજાગ્રસ્ત યુવકની સારવાર કરી હતી.ઇજાગ્રસ્ત યુવકના ગળાના ભાગે સાત જેટલા ટાંકા આવ્યા હતા.અત્રે સારવાર બાદ ઇજાગ્રસ્ત યુવકને રજા અપાઈ હતી. સંખેડા પંથકમાં રસ્તા ઉપર પતંગ ચગાવતા લોકોના કારણે આવી દુર્ઘટના સર્જાતી હોવા છંતા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરાઈ નથી.

બાઇક સવાર વચ્ચે દોરો આવી જતા ગળું કપાઇ ગયું. સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...