પાદરામાં ચૈત્ર સુદ પડવામાં ભગવો ધ્વજ ફરકાવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં ચૈત્ર સુદ પડવા નિમિત્તે ઝંડા ચોક ચબૂતરા ઉપર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

પાદરાના ઝંડા બજાર ખાતે પ્રાચિન ચબૂતરો છે. જ્યાં ગાયકવાડ શાસન પહેલા ઐતિહાસિક બનાવ બનેલો છે એમ કહેવાય છે કે દલા પાદરીયા શક્તિશાળી આગેવાન દારપુરા ગામે રહેતા હતા અને વણજારાઓ સાથે ગાઢ સંબંધો હતા. આજ દિવસે તે આશરે 500 વર્ષ પહેલા ઝંડા ચોક નજીક વણજારાઓના તંબુ તાણેલા હતા. તેવોની સાથે દલા પાદરીયા પણ હતા. મધરાતે શિયાળે લારી કરી. જેમાં પશુભાષા જાણકારે જણાવ્યું કે અહીંયા ઝંડો રોપાશે તો ગામ વસશે. જેથી દલા પાદરીયાએ ગાળાનું ઝુહરું રોપ્યું. ત્યાર પછી ગામ વસ્યું અને પાદરા તારીખે ઓળખાયું આજ જગ્યાએ કાળક્રમે ચબૂરતો થયો અને પાલિકાનો સિમ્બોલ બન્યો. વિહિપ 25 વર્ષથી ભગવો ઝંડો દર વર્ષે નવો લગાવી પૂજાવિધિ કરે છે. આજે પાલિકાના સદસ્યો સંઘ વિહિપ સહિત ભાજપના કાર્ય કરતા વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૂત્રો પોકારી પ્રસાદ વિતરણ કર્યું હતું.

પાદરા ખાતે ચૈત્ર સુદ પડવા નિમિત્તે ઝંડા ચોક ચબૂતરા ઉપર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં પાલિકાના સદસ્યો સંઘ વિહિપ સહિત ભાજપના કાર્ય કરતા વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તસવીર-ગોપાલ ચાવડા