તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીડિયામાં તા.19મી મે સુધી એક્ઝિટ પોલ્સ પર પ્રતિબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ચૂંટણી પંચે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત લોકપ્રતિનિધિત્વ ધારા, 1951ની કલમ 126(અ)ની જોગવાઈઓ અનુસાર તારીખ 11-04-2019થી તારીખ 19-05-2019ના સમયગાળા દરમિયાન ચૂંટણીને લગતા એક્ઝિટ પોલ્સ હાથ ધરવા કે તેના પરિણામોનું મીડિયામાં પ્રસારણ અને વિતરણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 26અ હેઠળ મળેલ અધિકારની રૂએ ચૂંટણી પંચે ઠરાવ્યું છે કે 19મી મે2019 રવિવારના સાંજે 6.30 સુધીના સમયગાળામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2019, તે સાથે યોજાઈ રહેલી રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓના સંબંધમાં કોઈ પણ એક્ઝિટ પોલ્સ કરી શકાશે નહીં કે તેના પરિણામોને લગતી કોઈ પણ સામગ્રી, પ્રિન્ટીગે ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રકાશિત કરવા કે તેને લગતી માહિતીનું વિતરણ કરવાનું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...