તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરાની એકલતાનો લાભ લઇને ગામના યુવક દ્વારા છેડતીનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરજણપુરા ગામની સગીરાની ગામના યુવક દ્વારા છેડતીનો પ્રયાસ કરાતા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

કરજણ તાલુકાના અરજણપુરા ગામની સગીરા તા.14ના રોજ બપોરના 1 વાગ સાંસરોદ ગામની હાઇસ્કૂલમાં ધો.11માં એડમિશન લેવા એકલી જતી હતી. તે દરમિયાન અરજણપુરા બસ સ્ટેન્ડ પાસે ગામનો નયન લાલજીભાઈ રાઠોડે અરજણપુરા સ્ટેન્ડ પાસે સગીરાની આગળ બાઇક ઉભી રાખી સગીરાને તું મારી સાથે કેમ બોલતી નથી એમ કહી સગીરાનો હાથ પકડી બસ સ્ટેન્ડની બાજુના ખેતરમાં ખેંચી જવાની કોશિશ કરી હતી. પરંતુ સગીરાએ બુમાબમ કરતા તેનો ભાઈ આવી જતાં નયન રાઠોડ જો તમે આ વાત કોઈને કહેશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સગીરાએ નયન લાલજીભાઈ રાઠોડ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...