તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં 16મીથી કલા મહાકુંભ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | ગુજરાત સરકાર આયોજીત કલા મહાકુંભ -2019 અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ 16મી જાન્યુઆરીથી 18મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય સાંસ્કૃતિક સ્પર્ધાઓના આયોજન કપડવંજ તાલુકા કક્ષાએ કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શંકરલાલ હરજીવનદાસ શાહ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાશે. આ તાલુકા કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધાઓ ત્રણ વયગ્રુપ એટલે કે 6થી 14 વર્ષ, 15થી 20 વર્ષ અને 21થી 59 વર્ષમાં યોજાશે. જેમાં લોક નૃત્ય, વકતૃત્વ સ્પર્ધા, ભરત નાટ્યમ, તબલા, લગ્નગીત, સમૂહગીત, લોકગીત, ભજન, ગરબા જેવી 14 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કપડવંજ તાલુકાના રસ ધરાવતા કલાકારો, શાળાના વિદ્યાર્થીઓએ શંકરલાલ હરજીવનદાસ શાહ સાંસ્કૃતિક કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો