તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલાસિનોરના શ્રેષ્ઠીઓની સેવાની સુવાસ રાજસ્થાન પહોંચી, 225 આંખનાં ઓપરેશન કર્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવા કરનારને સરહદોના સીમાડા નડતા નથી એ ઉક્તિને બાલાસિનોર નગરના શ્રેષ્ઠીઓએ યથાર્થ કરી છે. રાજસ્થાન રાજ્યના અંતરિયાળ ગામ રાજ્યમાં લાયન્સ કલબ દ્વારા છેલ્લા 24 વર્ષથી સતત નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરી ગુજરાતની સેવાની મહેક રાજસ્થાનમાં પ્રસરાવી સાચી પાડી છે. સતત પાંચ દિવસ સુધી ચાલતા આ નેત્ર ચિકિત્સા કેમ્પમાં 30 ગામડાઓના 650 ગ્રામ વાસીઓને તપાસી 225 આંખના ઓપરેશન કરી અત્યાર સુધીમાં એક વિક્રમ સ્થાપ્યો છે.

બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા રાજસ્થાનના કુરજ (રાજસમંદ જિલ્લો) માં 24માં નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ રાજસમંદ (રાજસ્થાન)ના સહયોગ અને દાતાઓનો સુભગ સમન્વયથી જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ નેત્ર ચિકિત્સા કેમ્પમાં કુરજ અને આસપાસના ગામોમાં ફરી ફરી ગ્રામવાસીઓના નેત્રની ચકાસણી કરવામાં આવી હતી.

કુલ 33 ગામોના 640 દર્દીઓને તપાસી ને 225 દર્દીઓના આંખના ઓપરેશન સર્વોદય આરોગ્ય રાધનપુર ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. આસપાસનાં ગ્રામજનોમાં દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા આ નેત્ર ચિકિત્સા કેમ્પની ચાતકની જેમ રાહ જોતા હોય છે. અત્યાર સુધીના 24 વર્ષમાં આંખના કોઈપણ ઓપરેશન નિષ્ફળ ગયા નથી.

આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે પ્રમુખ પ્રવિણભાઇ સેવક, જે.પી. ત્રિવેદી, કિરણબેન મહેશ્વરી વિધાયક રાજસમન્દ, શ્રીનાથદ્વારા નગર પરિષદ અધ્યક્ષ મનીષ રાઠી, કમલેશભાઈ લાહોટી, રમેશચંદ્ર અને પ્રહલાદ સોની, મેમ્બરશિપ ચેરમેન દિનેશભાઇ સુથાર, આઈ ચેક અપ કમિટી અધ્યક્ષ જગદીશભાઈ જાગેટીયા, રાધનપુર આરોગ્યની ટ્રસ્ટના શ્યામસુંદર પરીખ તેમજ નડિયાદ અને બાલાસિનોર લાયન્સ કલબના સભ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

કુરજ અને આસપાસના ગામોમાં ફરી ગ્રામવાસીઓના નેત્રની ચકાસણીકરી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો