તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાધુનો ક્રોધ બાળકના ગુસ્સા જેવો ક્ષણિક અને ગાંઠ રહીત હોય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા વિશાનીમા સંઘની દ્વારા ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ ની ઓળી કરાવવા પૂ઼. આ. ભ.શ્રી યશોવમઁસૂરિજી મ. સા. ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પ. પૂ. આ. ગુરુદેવ શ્રી દર્નશયશસૂરીજી મ. સા.ના પ્રવચનના પાંચમાં દિવસે સાધુપદની વ્યાખ્યા કરતાં ફરમાવ્યું હતુ. જગતનાં છયે કાયના જીવોના વાસ્તવિક હિતની ચિંતા જો પરમાત્મા કરે છે,તો જગતના સર્વ જીવો પ્રત્યેના વાત્સલ્ય ના પરિણામ સાધુ ટકાવી રાખે છે. સાધુ દયાના મંદિર અને ભાવ કરુણા ના સાગર છે. સાધુ નિસ્વાર્થ હોય એના મનમાં કોઈનાય પ્રત્યે ગાંઠ ન હોય. સાધુના મનમાં તમામ જીવો પ્રત્યે પ્રેમ છલકાતો હોય. છમ્નસ્થતાવશ કદાચ કો્ધ ના ભોગ બની જાય તો વેર રૂપે તો ન જ હોય. સાધુનો કો્ધ બાળકના ગુસ્સા જેવો ક્ષણિક અને ગાંઠ રહિત હોય. સાધુ નિમઁમ હોય, કંચન અને કામિનીના ત્યાગી હોય. સાધુ ભલે જીવે છે શરીર સાથે પણ જીવે છે સંયમ માટે જ, ભલે જીવે છે ખોરાક સાથે પણ એનો ઉપયોગ કરે છે સંયમ માટે ,ભલે ઉપયોગ કરે છે મકાન નો પણ એનું લક્ષ્ય તો છે સંયમશુદ્ધિ છે. તકલીફ આવતાં સંયમને બચાવી શરીર ને જતુ કરે છે. દુઃખ અને પાપની પસંદગીમાં પાપને સ્વીકારી લે છે. સાધુને પંચ પરમેષ્ઠીની જનેતા છે જડ પદાર્થો પ્રત્યે સાધુ વૈરાગી હોય અને જીવમાત્ર પ્રત્યે વાત્સલ્યયુકત હોય.

સાધુ સોય જેવા હોય કાતર જેવાં ના હોય
વૈરાગ્ય કાં તો પદાર્થો નો ત્યાગ કરાવે કાં તો પદાર્થો પરના રાગનો ત્યાગ કરાવે. જયારે વાત્સલ્ય કાં તો જીવમાત્ર માટે આત્મીયતા જમાવે... કાં તો જીવ પ્રત્યે નો દ્વેષ ખતમ કરાવે. સિધ્ધ ગુણના ભંડાર ને સૂચક ગુરુ છે. આચાર્ય આચારના ભંડારને બોધક ગુરુ છે. ઉપાધ્યાય જ્ઞાન ના ભંડાર ને વાચક ગુરુ છે. સાધુ સહનશીલતા ભંડાર ને સાધક ગુરુ છે. સાધુ સોય જેવા હોય કાતર જેવાં ના હોય.

મેનારજ મૂનિવરે ગૌચરો પક્ષીની રક્ષા ખાતર મોતને વ્હાલું કર્યું
મેનારજ મૂનિવરે ગૌચરો પક્ષીની રક્ષા ખાતર મોતને વ્હાલું કયુઁ. ગજજસુકુમાળે જીવતા સળગી ગયા પણ સળગતાં કોલસા ને નીચે પડવા દઈને તેઉકાયની વિરાધના ન કરી. જીવવાનું જડ પદાર્થ સાથે પણ જીવવા નું તો સંયમ માટે જ. જડ પ્રત્યે નો રાગ તો કદાચ સમય પણ તોડી નાખે છે પણ જીવ પ્રત્યેના દ્વેષ તો આપણે પોતે જ તોડવો પડે છે. દુગઁતિનુ કારણ કદાચ દુર્બુદ્ધિ છે પણ દુર્બુદ્ધિનું કારણ તો દુભાઁવ છે.

અન્ય સમાચારો પણ છે...