તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલમાંથી ડુપ્લિકેટ પાન મસાલાનો જથ્થો ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે ડુપ્લીકેટ પાન મસાલાની પડીકીઓનો વેપાર કરતા ત્રણ વેપારીઓને ત્યાં છાપા મારી 4484 રૂપીયા ના મુદ્દામાલ સાથે ત્રનેવ વેપારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવહી હાથ ધરી છે.

હાલોલ શહેર પોલીસ ને બાતમી મળી હતી કે ભારત જનરલ સ્ટોર, શિવ જનરલ સ્ટોર અને નવકાર જનરલ સ્ટોર માં ડુપ્લીકેટ પાન મસાલા ની પડીકીઓ નું વેચાણ થાય છે ની બાતમી ને લઇ પંચો સાથે રાખી છાપો મારતા 4484 કિંમત નો ડુપ્લીકેટ પાન પડીકીઓ નો જથ્થો મળી આવતા પોલીસે સંજય ભગવાનદાસ મગનાની ઉ 40 રહે 23 ઘનશ્યામ નગર સોસાયટી હાલોલ.પૃભુદાસ તુલસીદાસ સુખવાણી ઉ.57 રહે 28 નર્મદા નગર હાલોલ અને કેતનકુમાર રમણલાલ શાહ ઉ 49 રહે હાલોલ ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...