તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધી અમદાવાદ ગ્રેઇન બ્રોકર્સ 5 દિવસ સંપૂર્ણ બંધ પાળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધી અમદાવાદ ગ્રેઇન બ્રોકર્સ એસોસીએશનના અનેક ગ્રેઇન બ્રોકર્સોએ કુસકી પર વેટની નોટીસના વિરોધમાં સમગ્ર ગુજરાતના રાઇસ મીલર્સોએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે તેઓને ટેકો આપતા 11થી 15 જાન્યુ દરમીયાન અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતના 560થી વધુ અનાજ ખરીદ વેચાણ કરતા વેપારીઓ મધ્યસ્થીઓ દલાલોએ પોતાના ધંધા વેપાર બંધ રાખતા પશુ આહાર બનાવતા ઉત્પાદકો ઉપર માઠી અસર પડી છે રોજના પાચ હજાર કરતા વધુ મજૂરો રોજગારીથી વંચિત થયા છે. રાઇસ મીલરોએ ડાંગરની ખરીદી બંધ કરતા એપીએમસીમા ખેડૂતો ડાંગર વેચી શકતા નથી આથી તેઓને આર્થીક રીતે સહન કરવાનો વારો આવ્યો છે. ધી અમદાવાદ ગ્રેઇન બ્રોકર્સ એસોસીએશન ના પ્રમુખ પરેશભાઇ એમ શાહે અખબારી યાદીમા જણાવ્યુ છે.

આમ કુસકી પર વેટની નોટીસના વિરોધમાં રાઇસ મીલરોની હડતાળથી ખેડૂતો અને પશુઆહાર કરતા ઉત્પાદકો તેમજ રાઇસ મીલમા અને પશુ આહાર ઉત્પાદનમા કામ કરતા હજારો મજૂરોને સહન કરવાનો વારો આવ્યો છે. ફુસકી પર વેટની નોટીસના વિરોધમાં સોમવારથી બારેજા જેતલપુર ની 70થી વધુ તેમજ અમદાવાદ જિલ્લાની બાવળા, સાણંદ, જેતલપુર, અને ધોળકા સહીતની રાઈસ મીલો સમગ્ર ગુજરાત ની 400 રાઇસ મીલો સાથે હડતાળમા જોડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો