ડભોઈના દારૂના કેસમાં આરોપીને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇ નગરમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂનો ધંધો કરતા એક યુવાનને ભૂતકાળમાં થયેલા દારૂના બે કેસો આધારે જિલ્લા કલેકટર દ્વારા પાસાનો હુકમ કરતા આજરોજ ડભોઇ પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.

ડભોઇ નગરના પટેલ વાગા બાલવીર હનુમાનજી વિસ્તારમાં રહેતા અલ્પેશ મહેન્દ્રભાઈ સુથાર ભૂતકાળમાં વિદેશી દારૂનો ધંધો કરતો હતો. એની પર ભૂતકાળમાં વિદેશી દારૂના બે જેટલા કેસ થયા હોય તે આધારે ડભોઇ પોલીસ દ્વારા આ ઈસમને છેલ્લા કેટલાય સમયથી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સમક્ષ દરખાસ્ત મૂકી હતી. જેને અનુલક્ષીને આજરોજ જિલ્લા કલેકટર દ્વારા અલ્પેશ સુથારને એક વર્ષની પાસા હેઠળ ભૂજ જેલમાં ધકેલવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો જેને લઇ ડભોઇના ગુનાહિત ગુના ધરાવતા ઈસમો માં ફફડાટ મચી જવા પામી છે એટલું જ નહીં ડભોઇના એવા કેટલાય કેસ છે કે જે આરોપીઓને પણ પાસા કરવાની જરૂર છે. તેવી ડભોઇ નગરમાં ચર્ચાઓ વહેતી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...