હાજીપીર મસ્તાન બાવાસાનો 31મો ઉર્સ મુબારક ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરમાં નુરાની કબ્રસ્તાનમાં આવેલા હાજીપીર મસ્તાન બાવા સા ઉર્ફે ઉસ્માન મીયા બાવાસાની દરગાહ શરીફ પર પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મનાવવામાં આવશે.

સદર ઉર્સ મેળો 28/9/19 શનિવારે ઈશાની નમાઝ પછી કુરઆન ખ્વાની દોર તેમજ ધાર્મિક વિધિથી ઉર્સ મેળાની શરૂઆત થશે. જે 29/9/ 19 રવિવારે સંપન્ન થશે. તા.28 /9/19 શનિવાર ઈશાની નમાઝ પછી કુરઆન ખ્વાજા પછી સલાતો સલામ પાઠવવામાં આવશે અને ગુસલ ની વિધિ શરૂ થશે. તા. 29/9/19 રવિવારે અસલ નમાઝ પછી સોમરા ફળિયાથી મુરહમ તલાટી વલીમહમદ સોમરના ઘરેથી ચાદર શરીફનું ઝુલુસ નીકળશે. મઝાર શરીફ ઉપર સંદલ-ચાદર- ફૂલો વગેરે ચઢાવાશે. અને ત્યાર પછી સલાતો સલામ અને દુવા પાઠવવામાં આવશે અને ત્યાર પછી ન્યાજ તકસીમ કરવામાં આવશે. રાત્રે ઈશાની નમાઝ પછી કવ્વાલી અને ભજનનો પ્રોગ્રામ થશે.

અન્ય સમાચારો પણ છે...